GST પર મંત્રી જૂથની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ, ટેક્સ સ્લેબ મર્જર અને માળખા અંગે થઇ ચર્ચા

|

Jun 17, 2022 | 7:34 PM

GST કાઉન્સિલની બેઠક પહેલા આજે મંત્રી જૂથની મહત્વની બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં GST માળખું, ટેક્સ સ્લેબ મર્જર અને મુક્તિ પ્રાપ્ત ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવા પર ચર્ચા કરવામાં આવી હતી.

GST પર મંત્રી જૂથની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ, ટેક્સ સ્લેબ મર્જર અને માળખા અંગે થઇ ચર્ચા
GST

Follow us on

GST કાઉન્સિલની 47મી બેઠક (GST Council Meetings) આ મહિનાની 28 અને 29 તારીખે શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં યોજાવા જઈ રહી છે. તે પહેલા આજે મંત્રી જૂથની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વ્યાજદરમાં ઘટાડા અંગે નિર્ણય લેવાનો હતો. સીએનબીસી આવાઝના અહેવાલ મુજબ, મંત્રીઓના જૂથની બેઠક(Group of Ministers)માં, ટેક્સ સ્લેબ (GST Tax Slabs)માં ફેરફાર અંગે અંતિમ અભિપ્રાય રચી શકાયો નથી. આ મુદ્દા પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મંત્રીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં કર્ણાટક, ગોવા અને કેરળ સરકારના મંત્રીઓ પણ હાજર હતા. આ મહિનાના અંતિમ સપ્તાહમાં કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો પર મહોર મારવામાં આવશે.

આજની બેઠકમાં 5 વર્ષથી વધુ સમયથી રાજ્યોને આવકમાં થતી ખોટ ચાલુ રાખવાની પણ માગ કરવામાં આવી હતી. 1 જુલાઈ 2017ના રોજ દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) લાગુ કરવામાં આવ્યો હતો. સરકારે તે સમયે વચન આપ્યું હતું કે પાંચ વર્ષ સુધી રાજ્યોને આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. કોરોનાને કારણે સમગ્ર પરિસ્થિતિ વણસી ગઈ છે.

આ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી

આજની બેઠકમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી. પહેલો મુદ્દો એ હતો કે આગામી દિવસોમાં GSTનું માળખું શું હશે. હાલમાં, એવા ડઝનેક ઉત્પાદનો છે જે મુક્તિ શ્રેણી હેઠળ આવે છે. આ ઉત્પાદનો પર કોઈપણ પ્રકારનો ટેક્સ નથી. આ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવામાં આવે કે નહીં તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. ત્રીજો પ્રસ્તાવ GST સ્લેબના મર્જરને લગતો છે. હાલમાં GSTના ચાર સ્લેબ છે. પહેલા 5 ટકા પછી 12 ટકા, 18 ટકા અને 28 ટકા. 12 ટકા અને 18 ટકાના સ્લેબને 15-16 ટકા વચ્ચે મર્જ કરવાની ચર્ચા ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

હાલમાં ડિસ્કાઉન્ટેડ પ્રોડક્ટ્સ પર GSTની શક્યતા ઓછી છે

હાલમાં આવા ડઝનબંધ ઉત્પાદનો છે જેના પર GST લાગતો નથી. આમાંની મોટાભાગની ખાદ્ય ચીજો છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સરકાર તેમના પર ટેક્સ લાદે છે, તો પહેલાથી જ આસમાને પહોંચી રહેલી મોંઘવારીને વધુ બળ મળશે. આવી સ્થિતિમાં, શક્ય છે કે જ્યારે GST કાઉન્સિલની બેઠક થશે, ત્યારે મંત્રી જૂથ કાઉન્સિલ પાસે વધારાના સમયની માગ કરી શકે છે. હાલ તમામ હકીકતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

Next Article