IMF એ કૃષિ કાયદાને ટેકો આપ્યો, બિલને કૃષિ સુધારણા તરફ મહત્વનું પગલું ગણાવ્યું

|

Jan 16, 2021 | 2:01 PM

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund) IMF માને છે કે ભારતમાં કૃષિ સુધારણા (Agricultural Reforms)ને આગળ વધારવા તરફના ત્રણ કાયદાઓ એક મહત્વપૂર્ણ પગલું છે.

IMF એ કૃષિ કાયદાને ટેકો આપ્યો, બિલને કૃષિ સુધારણા તરફ મહત્વનું પગલું ગણાવ્યું
કૃષિ કાયદાઓનો વિરોધ

Follow us on

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund) IMF માને છે કે ભારતમાં કૃષિ સુધારણા (Agricultural Reforms)ને આગળ વધારવા તરફના ત્રણ કાયદાઓ એક મહત્વપૂર્ણ પગલું છે. આઇએમએફએ વધુમાં ઉમેર્યું હતું કે નવી સિસ્ટમ અપનાવવાની પ્રક્રિયા દરમિયાન પ્રતિકૂળ અસરો ભોગવતા લોકોને સુરક્ષિત રાખવા માટે સામાજિક સુરક્ષાનું સંચાલન જરૂરી છે.

IMFના કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર ગેરી રાઇસે વોશિંગ્ટનમાં કહ્યું હતું કે નવા કાયદા મધ્યસ્થીઓની ભૂમિકા ઘટાડશે અને કાર્યક્ષમતામાં વધારો કરશે. તેમણે કહ્યું, અમારું માનવું છે કે આ ત્રણેય કાયદા ભારતમાં કૃષિ સુધારાઓની પ્રગતિને રજૂ કરવાની સંભાવના ધરાવે છે.

નવા કાયદા મધ્યસ્થીઓની ભૂમિકા ઘટાડશે
રાઇસે કહ્યું, આ કાયદાથી ખેડૂતોને ખરીદદારો સાથે સીધો જોડાણ કરવાની તક મળશે. આ મધ્યસ્થીઓની ભૂમિકામાં ઘટાડો કરશે, કાર્યક્ષમતામાં વધારો કરશે, જે ખેડૂતોને તેમના ઉપજ માટે વધુ સારી કિંમત મેળવવામાં મદદ કરશે અને આખરે ગ્રામીણ ક્ષેત્રની વૃદ્ધિ તરફ દોરી જશે. તેમણે કહ્યું કે, પ્રક્રિયામાં જેમની નોકરી જશે તેવા લોકો માટે આવી વ્યવસ્થા થવી જોઇએ કે જેથી તેઓને રોજગારના બજારમાં સમાવી શકાય. રાઇસે કહ્યું કે, આ સુધારાના ફાયદા તેમના અમલીકરણની અસરકારકતા અને સમય પર આધારિત રહેશે, તેથી સુધારણાની સાથે આ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ખેડુતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે
નોંધપાત્ર વાત એ છે કે હજારો ખેડુતો તાજેતરમાં પસાર થયેલા આ ત્રણેય કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન દ્વારા કરી રહ્યા છે. ખેડુતોનો દાવો છે કે આ કાયદાઓ એમએસપી સિસ્ટમની વ્યવસ્થા બનાવશે અને ખેડૂતોને કોર્પોરેટ ખેતી તરફ ધકેલી દેશે. જો કે, સરકાર આ કાયદાઓને મોટા કૃષિ સુધારા તરીકે રજૂ કરી રહી છે.

 

આ પણ વાંચો: પૈસા ના ચૂકવવા પર કંગાળ PAKISTAN ને MALAYSIA એ આપ્યો ઝટકો, વિમાન જપ્ત કરીને મુસાફરોને ઉતાર્યા

Next Article