નજીવી રકમથી શરૂ કરવું છે રોકાણ તો જાણો આ સુરક્ષિત સરકારી સ્કીમ વિશે, નાણાં બમણાં થવાનો છે ફાયદો

|

Jun 05, 2022 | 8:30 AM

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં કિસાન વિકાસ પત્ર (KVP) સામેલ છે. જેમાં નજીવી રકમથી રોકાણ કરી શકાય છે તો ચાલો આ સ્કીમ અંગે વિતગવાર માહિતી મેળવીએ.

નજીવી રકમથી શરૂ કરવું છે રોકાણ તો જાણો આ સુરક્ષિત સરકારી સ્કીમ વિશે, નાણાં બમણાં થવાનો છે ફાયદો
small savings scheme include kisan vikas patra

Follow us on

જો તમે આગામી સમયમાં ભવિષ્ય માટે નાણાનું રોકાણ(Investment) કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ્સ( Saving Schemes)માં કરી શકો છો. તેમાં સારું રિર્ટન મળશે અને રોકાણ કરેલા નાણાં પણ સુરક્ષિત રહેશે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં કિસાન વિકાસ પત્ર (KVP)સામેલ છે. જેમાં નજીવી રકમથી  રોકાણ કરી શકાય છે તો ચાલો આ સ્કીમ અંગે વિતગવાર માહિતી મેળવીએ. જો બેંક ડિફોલ્ટ થાય છે તો તમને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. પોસ્ટ ઓફિસમાં તમે નજીવી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમમાં કિસાન વિકાસ પત્રોનો પણ સમાવેશ થાય છે.

વ્યાજ દર

પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્રની સ્કીમ હાલના સમયમાં 6. 9 ટકા વ્યાજના દરે લાભ આપે છે. આ યોજનામાં વ્યાજને વર્ષના આધારે કંપાઉન્ડ કરવામાં આવે છે. આ વ્યાજ દર 1 એપ્રિલ 2020થી લાગુ કરેલા છે. સ્કીમમાં રકમ 124 મહિને એટલે કે 10 વર્ષે અને 4 મહિને બે ગણી થાય છે.

રોકાણની રકમ

કિસાન વિકાસ પત્રમાં વ્યક્તિએ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જોકે વધારે રોકાણ કરવું હોય તો તેની કોઈ મર્યાદા નક્કી નથી,

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

કોણ ખોલાવી શકે એકાઉન્ટ?

પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્રની સ્કીમમાં કોઈ એક પરિપકવ વ્યક્તિ અથવા તો ત્રણ પરિપકવ વ્યક્તિ સાથે મળીને એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત આ સ્મોલ સેવિંગ સ્કીમમાં સગીર અથવા તો માનસિક વિકલાંગ વ્યક્તિના બદલે તેના વાલી પણ ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમમાં 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પોતાના નામે ખાતું ખોલાવી શકે છે

મેચ્યોરિટી

સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવામાં આવેલી રકમ નાણા મંત્રાલય દ્વારા સમયે સમયે નક્કી કરવામાં આવેલી મેચ્યોરિટીના સમયે જ પાકશે અને પાકતી મુદતની તારીખ રકમ જમા કરવામાં આવી હશે ત્યારથી જ ગણાશે.

મેચ્યોરિટી પહેલા જો સ્કીમ બંધ કરવી હોય તો

કિસાન વિકાસ પત્રમાં એકાઉન્ટને મેચ્યોરિટીની તારીખ પહેલા કેટલીક પરિસ્થિતિમાં બંધ કરી શકાય છે.આ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય, કે જોઇન્ટ એકાઉન્ટમાં કોઈ એકઅથવા તો બધા જ ખાતેદારોનું મોત થતા એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. તે ઉપરાંત કોર્ટના આદેશને પગલે એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. જમા તારીખથી ગણીને 2 વર્ષે કે 6 મહિનામાં પણ એકાઉન્ટ બંધ કરાવી શકાય છે.

 

Next Article