જો આ બેંકોમાં તમારું ખાતું છે, તો તાત્કાલિક આ પગલું ભરો અન્યથા તમે કરેલા પેમેન્ટ અટકી જશે

|

Jun 30, 2021 | 8:32 AM

1 એપ્રિલ 2020 થી મર્જર થયા બાદ ઘણી બેંકોના ગ્રાહકોએ ચેકબુક અને IFSC કોડ અપડેટ કરવા પડશે. આંધ્ર બેંક (Andhra Bank) અને કોર્પોરેશન બેંક (Corporation Bank) સાથે મર્જર થયા બાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) એ પોતાના ગ્રાહકો માટે વિશેષ સૂચના જાહેર કરી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે બેંક […]

જો આ બેંકોમાં તમારું ખાતું છે, તો તાત્કાલિક આ પગલું ભરો અન્યથા તમે કરેલા પેમેન્ટ અટકી જશે
File Image of Bank

Follow us on

1 એપ્રિલ 2020 થી મર્જર થયા બાદ ઘણી બેંકોના ગ્રાહકોએ ચેકબુક અને IFSC કોડ અપડેટ કરવા પડશે. આંધ્ર બેંક (Andhra Bank) અને કોર્પોરેશન બેંક (Corporation Bank) સાથે મર્જર થયા બાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) એ પોતાના ગ્રાહકો માટે વિશેષ સૂચના જાહેર કરી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે બેંક ગ્રાહકોને નવી સુરક્ષા સુવિધાઓ સાથેના ચેકનો જ ઉપયોગ કરવો પડશે. ગ્રાહકોએ જૂની ચેક બુક આપીને નવી ચેક બુક લેવી પડશે. આ માટે ગ્રાહકો પાસે 30 જૂન સુધીનો સમય છે. 01 જુલાઇ 2021 થી તેના તમામ જુના ચેક અમાન્ય થઈ જશે.

આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર 01 એપ્રિલ 2020 થી યુનિયન બેંક ફ ઇન્ડિયામાં થયું હતું. મર્જર પછી આ બંને બેંકોના IFSC પણ બદલાયા છે. બીજી તરફ 1 એપ્રિલ 2020 થી સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં મર્જ કરવામાં આવી છે, તેથી હવે 1 લી જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાવા જઈ રહ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

જાહેર ક્ષેત્રની આ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “RBI ની સૂચના મુજબ આંધ્રબેંક અને કોર્પોરેશન બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ જૂની ચેક બુક અમાન્ય થઈ જશે.01 જુલાઈ 2021 ના ​​રોજ આ અમાન્ય થઈ જશે. તમામ ગ્રાહકોને વિનંતી છે કે તેમની શાખાનો સંપર્ક કરીને અંતિમ સમય પૂરો થાય તે પહેલાં જૂની ચેક બુકને બદલે નવી ચેક બુક લઇ લેવી.

1 એપ્રિલ 2020 થી સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં મર્જ કરવામાં આવી છે, તેથી હવે 1 લી જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાવા જઈ રહ્યો છે. સિન્ડિકેટ બેંક શાખાનો હાલનો IFSC કોડ ફક્ત 30 જૂન 2021 સુધી કાર્યરત રહેશે. બેંકના નવા IFSC કોડ 1 જુલાઇ, 2021 થી લાગુ થશે. સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોએ હવે આ માટે નવા IFSC કોડ મેળવવા પડશે.

1 જુલાઈથી કામ નહીં લાગે જૂના ચેક
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India)એ ગ્રાહકોને માહિતી આપતા કહ્યું કે, જુલાઈ 01, 2021 થી તમામ જૂની ચેકબુક સિસ્ટમની બહાર કરવામાં આવી રહી છે. બેંકે ગ્રાહકોને તેમની જૂની ચેક બુકની જગ્યાએ નવી ચેક બુક લેવા વિનંતી કરી છે.

અટકી જશે જૂના ચેકનું પેમેન્ટ
આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે મર્જર થયા બાદ આ બંને બેંકના ગ્રાહકો હવે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો ગણાશે. હવે જો આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકના ખાતા ધારકોએ તેમની બેંકના નામ વાળા ચેક આપ્યા હશે તો તે જૂના ચેકનું પેમેન્ટ સ્થગિત થઇ જશે.

Published On - 8:28 am, Wed, 30 June 21

Next Article