જો તમારી પાસે છે 1 રૂપિયાની નોટનું બંડલ તો મેળવી શકો છો 45,000 રૂપિયા, જાણો કેવી રીતે

આ એક રૂપિયાના નોટનું બંડલ વર્ષ 1957માં રીલીઝ થયું હતું. જેની પર પૂર્વે કેન્દ્રીય નાણાં મંત્રી એચ.એમ.પટેલે સહી કરી હતી. તેમજ આ નોટના બંડલનો  સીરીયલ નંબર 123456 છે.

જો તમારી પાસે છે 1 રૂપિયાની નોટનું બંડલ તો  મેળવી શકો છો 45,000 રૂપિયા, જાણો કેવી રીતે
If you have a bundle of 1 rupee notes then you can get 45,000 rupees find out how

ભારત(India)  સરકાર તરફથી ભલે 1 રૂપિયાની નોટ ભલે ચલણમાં બંધ થઈ ગઈ છે. પરંતુ જો તમારી પાસે 1 રૂપિયા(Rs 1 note) ની નોટનું બંડલ છે તો તેની કિંમત હજારો રૂપિયા છે. તમે એ પણ સાંભળ્યું હશે કે જૂના સિક્કા અને નોટોની કિંમત ઘણી વધારે છે.

જો તમારી પાસે 1 રૂપિયાની નોટનું બંડલ છે તો તે ઓનલાઇન પ્લેટફોર્મ પર 45,000 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. આ એક રૂપિયાના નોટનું બંડલ વર્ષ 1957માં રીલીઝ થયું હતું. જેની પર પૂર્વે કેન્દ્રીય નાણાં મંત્રી એચ.એમ.પટેલે સહી કરી હતી. તેમજ આ નોટના બંડલનો  સીરીયલ નંબર 123456 છે. તમે એક રૂપિયાનું બંડલ ઓનલાઈન વેચી શકો છો.

ઉલ્લેખનીય છે કે 26 વર્ષ પહેલા ભારત સરકારે 1 રૂપિયાની નોટ ચલણમાંથી બંધ કરી દીધી હતી. તેનું પ્રિન્ટિંગ 1 જાન્યુઆરી 2015 થી ફરી શરૂ થયું. જોકે ઘણા લોકો પાસે હજુ પણ જૂની નોટો હશે.

આ નોટો ક્યાં વેચવામાં આવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 રૂપિયાની આ નોટ Coinbazzar વેબસાઇટ પર વેચી શકાય છે. અહીં જૂના 1 રૂપિયાના નોટના બંડલની મૂળ કિંમત 49,999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદ વેબસાઈટે કિંમત 44,999 નક્કી કરી છે. આની માટે તમારે આ વેબસાઈટના શોપ વિભાગ(Shop Section)માં જવું પડશે. તેના પછી તમારે નોટ બંડલ કેટેગરીમાં જવું પડશે. જ્યાં તમને સંપૂર્ણ માહિતી મળશે.

જો તમે જૂના ચલણ ખરીદવાનું પસંદ કરો છો તો તમે 50 રૂપિયાની જૂની નોટો 8,200 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયાની નોટો 2,999 રૂપિયા, 2 રૂપિયાની નોટો 4,999 રૂપિયામાં ખરીદી કરી શકો છો.

તમે વેબસાઇટ દ્વારા તમારી વસ્તુઓ વેચીને ઝડપી નાણાં પણ મેળવી શકો છો. જેની માટે તમારે ફક્ત Coinbazzar વેબસાઇટ પર જવાની જરૂર છે અને “અમારી સાથે વેચાણ શરૂ કરો”( start selling with us)વિભાગમાં જવું પડશે. નોંધનીય છે કે, તમારે યુઝરનેમ, ઇમેઇલ, વેરિફિકેશન કોડ, ફર્સ્ટ નેમ, છેલ્લું નામ, સ્ટોરનું નામ, એડ્રેસ 1, એડ્રેસ 2, દેશ, શહેર કે ગામ, રાજ્ય, પિનકોડ અને અન્ય વિગતો જેવી કેટલીક વિગતો દાખલ કરીને તમારી નોંધણી કરાવવી પડશે.

આ પણ વાંચો : Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ

આ પણ વાંચો : Delhi Unlock: કોરોનાના કેસ ઘટતા દિલ્લી થયું અનલોક, જાણો-આજથી શું-શું આવ્યા ફેરફાર 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati