તમે સાચા હોય તો જાહેર ચર્ચામાં ભાગ લો… Twitter ના CEO પરાગ અગ્રવાલને એલોન મસ્કનું ચેલેન્જ

|

Aug 07, 2022 | 9:52 PM

Elon Musk vs Parag Agarwal : ટ્વિટર ડીલ પૂર્ણ થશે કે નહીં તે અંગે કોર્ટ તરફથી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. જો કે, એલોન મસ્કએ કહ્યું છે કે જો સ્પામ એકાઉન્ટ્સ અથવા બોટ એકાઉન્ટ્સ અંગેના તેમના દૃષ્ટિકોણને સ્વીકારવામાં આવશે, તો પછી સોદો થશે. હવે તેણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને ચેલેન્જ આપી છે.

તમે સાચા હોય તો જાહેર ચર્ચામાં ભાગ લો... Twitter ના CEO પરાગ અગ્રવાલને એલોન મસ્કનું ચેલેન્જ
Parag Agrawal - Elon Musk

Follow us on

એલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ (Parag Agrawal)ને પડકાર ફેંક્યો છે. આ ચેલેન્જ ફેક એકાઉન્ટ્સ અને સ્પામ વિશે જાહેરમાં ચર્ચા કરવા માટે આપવામાં આવી છે. $44 બિલિયનના સોદા માટે કાયદાકીય લડાઈ વચ્ચે મસ્ક (Elon Musk)ની ચેલેન્જે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વર્ષે એપ્રિલમાં મસ્કે સિક્યોરિટીઝ અને એક્સચેન્જમાં બોલી લગાવીને ટ્વિટર ખરીદવાની વાત કરી હતી. જ્યારે કંપની આ ડીલ માટે તૈયાર હતી, ત્યારે મસ્કે તેમાંથી પીછેહઠ કરી હતી. મસ્કે જણાવ્યું હતું કે ટ્વિટર SEC ફાઇલિંગમાં સ્પામ અને બોટ એકાઉન્ટ્સની ખોટી સંખ્યા બતાવી રહ્યું છે. આ પછી ટ્વિટરે મસ્ક પર કેસ કર્યો જેથી આ ડીલ પહેલાની જેમ પૂર્ણ થઈ શકે. જવાબમાં, મસ્કએ કાઉન્ટર દાવો અને કાઉન્ટર ક્લેમ પણ દાખલ કર્યો. 6 ઓગસ્ટના રોજ, મસ્કે શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પોસ્ટ કર્યા.

આમા તેમણે કહ્યુ કે જો ટ્વિટર 100 એકાઉન્ટ્સના સેમ્પલિંગ મેથેડની જાણકારી આપી જણાવી શકે છે કે કેવી રીતે એ એકાઉન્ટ રીયલ છે, જો આ કામ થશે તો ડિલની ઓરીજનલ ટર્મ પુરી થશે, પરંતુ SEC ફાઇલિંગ ખોટું લાગે છે જે થવું ન જોઈએ. એલોન મસ્કે એમ પણ લખ્યું છે કે તે પરાગ અગ્રવાલને જાહેર ચર્ચા માટે પડકારે છે. તે તેને ટ્વિટર બોટ ટકાવારી માટે પડકારી રહ્યો હતો. તેણે આગળ લખ્યું છે કે તેણે સાબિત કરવું પડશે કે ટ્વિટર પર દરરોજ 5 ટકાથી ઓછા નકલી અથવા સ્પામ વપરાશકર્તાઓ એક્ટીવ હોય છે.

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે પેન્ડિંગ ટ્રાયલ દરમિયાન બહારની ચર્ચા થઈ શકે નહીં. તમને જણાવી દઈએ કે આ પહેલા પરાગ અગ્રવાલે કહ્યું હતું કે બોટને લઈને કંપનીની સેમ્પલિંગ પદ્ધતિ સાચી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મસ્કે ટ્વીટર ખરીદવા માટે 50 હજાર કરોડ એકત્ર કર્યા

તમને જણાવી દઈએ કે મસ્ક ટ્વિટર ખરીદવા માટે રોકાણકારોના જૂથ પાસેથી 50 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. આ ફંડ કુલ 19 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવ્યું છે. મસ્કના રોકાણ પ્રસ્તાવનો ભાગ બનવા ઈચ્છુક રોકાણકારોમાં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસનનો સમાવેશ થાય છે. વધુમાં, સાઉદી ક્રાઉન પ્રિન્સ અલવાલીદ બિન તલાલ બિન અબ્દુલ અઝીઝ અલસાઉદે મસ્કના સમર્થનમાં ટ્વિટરના શેર ખરીદવા 3.5 કરોડ ડોલર આપવાનું વચન આપ્યું છે.

Next Article