IT એક્સપર્ટ છો? 2021-22 માં આવી રહી છે અઢળક નોકરીઓ, જોજો તક ચુકી ન જવાય

|

Jan 16, 2021 | 9:21 AM

કોરોનના કારણે બેકાર બનેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આઈટી ક્ષેત્રએ નવી અને વધુ રોજગારીના મજબૂત સંકેત આપ્યા છે. મોટી ITકંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્તમ નાણાકીય પરિણામ આપ્યા છે.

IT એક્સપર્ટ છો? 2021-22 માં આવી રહી છે અઢળક નોકરીઓ, જોજો તક ચુકી ન જવાય
IT Services Job

Follow us on

કોરોનના કારણે બેકાર બનેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આઈટી ક્ષેત્રએ નવી અને વધુ રોજગારીના મજબૂત સંકેત આપ્યા છે. મોટી IT કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્તમ નાણાકીય પરિણામ આપ્યા છે, આ કંપનીઓની કામગીરી આગામી નાણાકીય વર્ષમાં પણ ખૂબ સારી રહેવાની અપેક્ષા છે.

દેશની ત્રીજી સૌથી મોટી IT સર્વિસ કંપની વિપ્રોએ કહ્યું છે કે તે આ ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ 2021) મોટા પાયે કર્મચારીઓની ભરતી કરશે. વિપ્રોના મુખ્ય માનવ સંસાધન (એચઆર) અધિકારી સૌરભ ગોવિલે જણાવ્યું હતું કે, કેટલાક નવા કરારને કારણે વિવિધ ક્ષેત્રોમાં કર્મચારીઓની માંગમાં ભારે વધારો થશે. દરમિયાન દેશની એક અગ્રણી રેટિંગ એજન્સી ઇકરાએ કહ્યું છે કે, આગામી નાણાકીય વર્ષ (2021-22) માં દેશના આઇટી ક્ષેત્રનો આવક વૃદ્ધિ દર 7-9% થવાની સંભાવના છે.

ડિજિટલ ટેકનોલોજીની માંગથી IT ક્ષેત્રે વૃદ્ધિ થશે
ઇકરાએ આઇટી ક્ષેત્રને સ્ટેબલ આઉટલૂક આપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ રોગચાળાને કારણે, જ્યાં ઘણા ક્ષેત્રો નબળી સ્થિતિમાં છે ત્યારે આઇટી ક્ષેત્રે પ્રશંસનીય વૃદ્ધિ નોંધાઈ છે. નાણાકીય પરિણામોમાં આ કંપનીઓએ વધુ વૃદ્ધિ નોંધાવવાની સંભાવના દર્શાવી છે. ઇકરાએ કહ્યું કે ડિજિટલ ટેકનોલોજીની માંગ અને આર્થિક પ્રવૃત્તિમાં રિકવરી આઇટી ક્ષેત્રે વૃદ્ધિને વેગ આપશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આઇટી ક્ષેત્રે તકનીકી પ્રતિભાના અભાવને કારણે એટ્રીશન રેટ વધી શકે છે
વિપ્રોના ચીફ એચઆર અધિકારી સૌરભ ગોવિલે કહ્યું કે વિપ્રો આ નાણાકીય વર્ષમાં જે ભરતી કરે છે તેના કરતા આગામી નાણાકીય વર્ષમાં વધુ ભરતી કરશે. ટૂંક સમયમાં વિપ્રો ચીફ ગ્રોથ ઓફિસર અને ચીફ ટેક્નોલ ઓફિસરની નિમણૂક કરવા જઈ રહ્યા છે.

HCL TECH 20 હજાર લોકોને નોકરી આપશે
એચસીએલ ટેકનોલોજીઓએ પરિણામ જાહેર કર્યા છે. તેના ચોખ્ખા નફામાં 31 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 3982 કરોડ રૂપિયા રહ્યો છે. આવકમાં આશરે 6.4 ટકાનો વધારો થયો છે અને તે 19302 કરોડ થઈ છે. દરમિયાન કંપનીના વરિષ્ઠ અધિકારી કહ્યું છે કે કંપની આગામી બે ક્વાર્ટર્સમાં 20 હજાર લોકોને નોકરી પર રાખશે.

 

આ પણ વાંચો: Postinfo APP: પોસ્ટ ઓફિસમાં કામ માટે નહિ ખાવા પડે ધક્કા, જાણો Appના ફાયદા

Next Article