ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો તો સોનાના ભંડારમાં થયો વધારો, જાણો શું કહે છે સરકારી આંકડા

|

Feb 22, 2021 | 7:58 AM

શનો વિદેશી મુદ્રા ભંડાર 12 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 24.9 કરોડ ડોલર ઘટીને 583.697 અબજ ડોલર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો તો સોનાના ભંડારમાં થયો વધારો, જાણો શું કહે છે સરકારી આંકડા
Foreign Exchange Reserves

Follow us on

દેશનો વિદેશી મુદ્રા ભંડાર 12 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 24.9 કરોડ ડોલર ઘટીને 583.697 અબજ ડોલર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

પાછલા સપ્તાહ દરમિયાન તે 6.24 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો જે પછી તે 583.945 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. ગયા વર્ષે 5 જૂને પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 500 અબજ ડોલર અને 9 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 550 અબજ ડોલરની સપાટીને સ્પર્શ્યું હતું.

FCA માં ઘટાડો 
વિદેશી ચલણ સંપત્તિ (FCA) 12 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટી છે જેની અસર વિદેશી વિનિમય ભંડારના આંકડાઓ ઉપર દેખાય છે. વિદેશી ચલણ સંપત્તિમાં કુલ વિદેશી વિનિમય ભંડારનો નોંધપાત્ર હિસ્સો હોય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સમીક્ષા હેઠળના સપ્તાહમાં, FCA 1.387 અબજ ડોલરનું ગગડીને 540.951 અબજ ડોલર થયું છે. FCAમાં યુરો, પાઉન્ડ અને યુએસ ડોલરને બાદ કરતાં અન્ય ચલણો પણ શામેલ છે જોકે તે ડોલરના મૂલ્યમાં પણ ગણાય છે.

દેશના સોનાના ભંડારમાં વધારો
જોકે, સતત બે અઠવાડિયાના ઘટાડા પછી, દેશના સોનાના ભંડારનું મૂલ્ય 12 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે 1.26 અબજ ડોલર વધીને 36.227 અબજ ડોલર થયું છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં દેશને પ્રાપ્ત થયેલા વિશેષ અધિકાર 1 કરોડ ડોલરથી વધીને 1.513 અબજ ડોલર થયા છે. જોકે, IMF પાસે અસુરક્ષિત મુદ્રા ભંડાર 13.2 કરોડ ડોલર ઘટીને 5.006 અબજ ડોલર થયું છે.

Next Article