AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multi Bagger Stocks: વર્ષ 1999માં 2 લાખની કારના બદલે MRFના શેર ખરીદ્યા હોત તો આજે 10 લાખની કિંમતની આવી જાય આટલી કાર

આપણે એક ઉદાહરણ દ્વારા આ રોકાણનો ફંડા સમજીએ. જો તમે વર્ષ 1999માં 2 લાખની કારના બદલે MRF કંપનીના શેર ખરીદ્યા હોત તો આજે તમે કરોડોના માલિક હોત. કેવી રીતે ચાલો જાણીએ.

Multi Bagger Stocks: વર્ષ 1999માં 2 લાખની કારના બદલે MRFના શેર ખરીદ્યા હોત તો આજે 10 લાખની કિંમતની આવી જાય આટલી કાર
| Updated on: Aug 18, 2023 | 6:15 PM
Share

શેરબજારમાં (Stock Market) કોઈ પણ રોકાણ જો લાંબા ગાળા (Long Term Investment) માટે કરવામાં આવે તો તે વધારે ફાયદાકારક રહે છે. ઈક્વિટી રોકાણમાં ધીરજ એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. લાંબા ગાળાનું રોકાણ હંમેશા ઈન્વેસ્ટરને અનપેક્ષિત વળતર આપી શકે છે. આપણે એક ઉદાહરણ દ્વારા આ રોકાણનો ફંડા સમજીએ. જો તમે વર્ષ 1999માં 2 લાખની કારના બદલે MRF કંપનીના શેર ખરીદ્યા હોત તો આજે તમે કરોડોના માલિક હોત. કેવી રીતે ચાલો જાણીએ.

વર્ષ 1999માં MRFના શેરની કિંમત 1900 રૂપિયા હતી

જો તમે વર્ષ 1999માં MRFના 105 શેર 1900 રૂપિયામાં ખરીદ્યા હોત તો તેની કિંમત તે સમયે 1,99,500 થાત. અને આ શેરની જો આજે એટલે કે 18 ઓગસ્ટના MRFના એક શેર 106,929,60 મુજબ ગણતરી કરીએ તો તમારા શેરની કિંમત 11,227,608 થાત, તો આજના સમયે તમે 10 લાખની 11 કાર ખરીદી શકો.

2 લાખ 40 હજારના થયા 1 કરોડ 30 લાખ

જો તમે 2003માં મારૂતી 800 કાર જેની કિંમત ત્યારે 2 લાખ 40 હજાર હતી તે ખરીદવાના બદલે મારૂતીના શેર જેની તે સમયે 173 રૂપિયા કિંમત હતી. જો તમે 2 લાખ 40 હજારના 1400 શેર ખરીદ્યા હોત તો આજે તેની કિંમત 1 કરોડ 30 લાખ હોત.

60,000 ના 7.80 કરોડ રૂપિયા થઈ ગયા હોત

તેનો અર્થ એ છે કે, જો કોઈ વ્યક્તિએ ઓક્ટોબર 2001 માં 60,000 રૂપિયામાં રોયલ એનફિલ્ડ બુલેટને બદલે આઈશર મોટર્સના શેરની ખરીદી કરી અને સ્ટોકમાં રોકાણ કર્યું હોત, તો હાલના બજાર ભાવ મૂજબ તે 60,000 ના 7.80 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

60000 રૂપિયામાં 30,000 શેર આવે

2001 માં શેરનો ભાવ 2 રૂપિયા હતો એટલે 60000 રૂપિયામાં 30,000 શેર આવે. હાલમાં આઈશર મોટર્સના શેરનો ભાવ આપણે 2600 રૂપિયા લેખે ગણતરી કરીએ તો 30,000 x 2600 = 7,80,00,000 રૂપિયા થાય.

જો કોઈ રોકાણકારે રોયલ એનફિલ્ડ બાઈકને બદલે ઓક્ટોબર 2001માં મલ્ટિબેગર સ્ટોક આઈશર મોટર્સની ખરીદી હોત, તો તેની કિંમત 7.80 કરોડ રૂપિયા ગણાય. આટલા કરોડમાં તમે Audi Q2, BMW બાઈક અને BMW કારની ખરીદી કરી શકો છો. ત્યારબાદ પણ રોકાણકાર પાસે તેના બેંક ખાતામાં 5 કરોડ બચે છે. ભારતમાં Audi Q2 અને BMW કાર ખરીદવા માટે 2.80 કરોડ પૂરતા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">