જો બાઈડેને ચીની ચીજવસ્તુઓ પર 100 ટકા ટેક્સ લગાવ્યો, શું ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી થશે ‘ટ્રેડ વોર’

|

May 15, 2024 | 7:25 AM

Trade War : વિશ્વની બે મહાસત્તાઓ ફરી એકવાર 'ટ્રેડ વોર'ની અણી પર ઉભી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનથી આયાત થતા સામાન પર 100 ટકા સુધીનો ટેક્સ લગાવ્યો છે.

જો બાઈડેને ચીની ચીજવસ્તુઓ પર 100 ટકા ટેક્સ લગાવ્યો, શું ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી થશે ટ્રેડ વોર
Trade War

Follow us on

Trade War : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનથી આયાત થતા સામાન પર 100 ટકા સુધીનો આયાત કર લાદ્યો છે. આ વિવિધ કેટેગરીમાં અલગ-અલગ છે. આનાથી જ્યાં ચીન માટે એક નવો પડકાર ઉભો થયો છે. તે સાથે જ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ફરીથી ઉભું થશે તે માટેનો વિશ્વ માટે ડર પણ ઊંડો બન્યો છે. જેના કારણે પહેલાથી જ યુદ્ધ અને અસ્થિરતાના સંકટનો સામનો કરી રહેલી દુનિયા માટે નવા આર્થિક સંકટનું જોખમ પણ વધી ગયું છે.

જો બાઈડેને X પર કર્યું ટ્વીટ

અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીન પ્રત્યેની પોતાની દુશ્મનાવટને સાકાર કરીને ચીનથી અમેરિકા પહોંચતા વિવિધ સામાન પર ટેક્સ રેટ વધારી દીધો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં પણ આ વિશે માહિતી આપી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ ચાઈનીઝ સામાન થશે મોંઘો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પોસ્ટ અનુસાર હવેથી ચીનથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેક્સ લાગશે. જ્યારે સેમિકન્ડક્ટર 50 ટકા ટેક્સ સાથે અમેરિકા પહોંચશે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ટેક્સ અને સોલાર પેનલ પર 50 ટકા ટેક્સ લાગશે.

જો બાઈડેને સ્પષ્ટ કર્યું કે, ચીન આ ક્ષેત્રોમાં સતત વર્ચસ્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે તે ઈચ્છે છે કે અમેરિકા હંમેશા આ ક્ષેત્રોમાં આગળ રહે અને વિશ્વનું નેતૃત્વ કરે.

ટ્રેડ વોરનો ખતરો તોળાઈ રહ્યો છે

જો બાઈડેનના આ પગલા બાદ દુનિયા ફરી એકવાર અમેરિકા-ચીન વચ્ચે નવા વેપાર યુદ્ધનો ખતરો અનુભવી રહી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તા પર હતા ત્યારે વિશ્વને બંને વચ્ચે વેપાર યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેડ વોરનું પરિણામ હતું કે, અમેરિકામાં TikTokની હાલત ખરાબ થઈ ગઈ હતી. જો કે બાદમાં સરકાર બદલાયા બાદ પરિસ્થિતિ સુધરવા લાગી હતી.

હાલમાં વિશ્વ પહેલેથી જ રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ કોવિડ પછીની અસરો અને પશ્ચિમ એશિયામાં સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન વચ્ચેના નવા ટ્રેડ વોરથી વિશ્વની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.

Next Article