Hurun Rich List : કોરોના કાળમાં દેશમાં વધ્યા 40 અબજપતિ, મુકેશ અંબાણીની સંપત્તિ 24 ટકા વધી અને અદાણીની સંપત્તિ બમણી થઈ

|

Mar 03, 2021 | 9:50 AM

Hurun Rich List: વર્ષ 2020 એ કોરોના વાયરસ રોગચાળાનું વર્ષ રહ્યું હતું, પરંતુ આ પ્રતિકૂળ સમયમાં પણ દેશમાં ઘણા નવા અબજોપતિઓ ઉભરી આવ્યા છે. મંગળવારે જાહેર થયેલા એક અહેવાલ મુજબ, વર્ષ 2020 માં 40 ભારતીય અબજોપતિની યાદીમાં જોડાયા છે.

Hurun Rich List : કોરોના કાળમાં દેશમાં વધ્યા 40 અબજપતિ, મુકેશ અંબાણીની સંપત્તિ 24 ટકા વધી અને અદાણીની સંપત્તિ બમણી થઈ
ગૌતમ અદાણી 41 વર્ષ પહેલાં 1980 માં કોમોડિટી વેપારી તરીકે કારોબાર શરૂ થયો હતો. હવે તે ચીની કંપની અલીબાબાના માલિક જેક મા કરતા વધારે ધનિક બન્યા છે.

Follow us on

Hurun Rich List: વર્ષ 2020 એ કોરોના વાયરસ રોગચાળાનું વર્ષ રહ્યું હતું, પરંતુ આ પ્રતિકૂળ સમયમાં પણ દેશમાં ઘણા નવા અબજોપતિઓ ઉભરી આવ્યા છે. મંગળવારે જાહેર થયેલા એક અહેવાલ મુજબ, વર્ષ 2020 માં 40 ભારતીય અબજોપતિની યાદીમાં જોડાયા છે. હવે ભારતમાં રહેતા અબજોપતિઓની સંખ્યા વધીને 177 થઈ ગઈ છે. હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ, મુકેશ અંબાણી 83 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા અંબાણી પોતાની સંપત્તિમાં 24 ટકાનો વધારો સાથે વિશ્વના આઠમા ધનિક વ્યક્તિ બન્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના ગૌતમ અદાણીની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2020 માં અદાણીની સંપત્તિ લગભગ બમણી થઈ 32 અબજ ડોલર થઈ ગઈ છે. આ સાથે તેઓ 20 સ્થાન ઉછળીને વિશ્વના 48 માં ધનિક વ્યક્તિ બન્યા છે. અદાણી ભારતના બીજો સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. માત્ર ગૌતમ અદાણી જ નહિ પરંતુ તેમના ભાઈ વિનોદ અદાણીની સંપત્તિ પણ 128 ટકા વધીને 9.8 અબજ ડોલર થઈ છે.

રિપોર્ટ અનુસાર, આઇટી કંપની એચસીએલ (HCL)ના શિવ નાદર 27 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. પાછલા વર્ષ દરમ્યાન ઘણા ટેક ઉદ્યોગ જાયન્ટ્સની સંપત્તિ ઝડપથી વધી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગયા વર્ષે સોફટવેર કંપની Zcaler ના જય ચૌધરીની સંપત્તિ 274 ટકા વધીને 13 અબજ ડોલર થઈ છે. બાયજુ રવિન્દ્રન અને તેના પરિવારની સંપત્તિ પણ 100 ટકા વધીને 2.8 અબજ ડોલર થઈ છે. રિપોર્ટ અનુસાર વૈવિધ્યસભર કોર્પોરેટ હાઉસ મહિન્દ્રા ગ્રુપના વડા આનંદ મહિન્દ્રા અને તેના પરિવારની સંપત્તિ પણ 100 ટકા વધીને 2.4 અબજ ડોલર થઈ છે.

વર્ષ 2020 માં જે લોકોની સંપત્તિમાં ઘટાડો થયો હતો તેમાંથી એક પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ છે. ગત વર્ષે આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિમાં 32 ટકાનો ઘટાડો થયો છે, જે ઘટીને 3.6 અબજ ડોલર પર પહોંચ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 177 અબજોપતિઓમાંથી 60 દેશના આર્થિક રાજધાની મુંબઇના છે તે પછી નવી દિલ્હીના 40 અબજોપતિ અને 22 બેંગલુરુના છે.

હુરન ગ્લોબલ રિચ લિસ્ટ 2021 માં ટોચ પર ટેસ્લાના માલિક એલોન મસ્ક છે. તેની સંપત્તિ એક વર્ષમાં 328 ટકા વધીને 197 અબજ ડોલર થઈ છે. માત્ર એક વર્ષમાં, મસ્કની સંપત્તિમાં 151 અબજ ડોલરનો વધારો થયો છે. હુરનની યાદીમાં ત્રણ લોકો છે જેમણે ફક્ત એક જ વર્ષમાં તેમની સંપત્તિમાં 50 અબજ ડોલરનો વધારો કર્યો છે. આ યાદીમાં એલોન મસ્ક ઉપરાંત એમેઝોનના જેફ બેઝોસ અને પિન્ડુડોનો કોલિન હુઆંગ શામેલ છે.

Next Article