ડીમેટ ખાતામાં શેર કેવી રીતે ટ્રાન્સફર કઇરીતે કરી શકાય ? જાણો આ બે સરળ રીત

કેટલાક રોકાણકારો લાભના ભ્રમમાં અથવા અન્ય કારણોસર એકથી વધુ ડીમેટ ખાતા(demat account) ખોલે છે. આનાથી જુદા જુદા ખાતામાં રાખવામાં આવેલા શેરને ટ્રેક કરવું મુશ્કેલ બને છે.

ડીમેટ ખાતામાં  શેર કેવી રીતે ટ્રાન્સફર કઇરીતે કરી શકાય ? જાણો આ બે સરળ રીત
Dalal Street
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 8:39 AM

કેટલાક રોકાણકારો લાભના ભ્રમમાં અથવા અન્ય કારણોસર એકથી વધુ ડીમેટ ખાતા(demat account) ખોલે છે. આનાથી જુદા જુદા ખાતામાં રાખવામાં આવેલા શેરને ટ્રેક કરવું મુશ્કેલ બને છે. જો શેર અલગ ડીમેટ ખાતામાં રાખવાને બદલે એક જગ્યાએ રાખવામાં આવે તો તેના ઉપર નજર રાખવું વધુ સરળ બને છે. તમે કયા સ્ટોકમાં કેટલું મૂલ્ય વધ્યું છે અથવા આપેલ સમયગાળામાં કેટલું વળતર આપ્યું છે તે તમે સરળતાથી શોધી શકો છો.

જો તમારી પાસે ઘણા ડીમેટ ખાતા છે તો પછી તમે સરળતાથી એકથી બીજામાં શેર્સ ટ્રાન્સફર કરી શકો છો. આ કાર્ય ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે થઈ શકે છે.

ઓફલાઇન પદ્ધતિ જો શેર એનએસડીએલ (NSDL) અથવા સીડીએસએલ (CDSL)ની ડિપોઝિટરીમાં રાખવામાં આવ્યા છે. તો શેર એક ડીમેટથી બીજા ડિમેટ ખાતામાં ઓફલાઇન મોડ દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે, તમારે ડિલિવરી ઇન્સ્ટ્રક્શન સ્લિપ ભરવાની રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફોર્મમાં તમારે ટ્રાન્સફર થનારા શેરનો આઇએસઆઇએન(ISIN) નંબર, કંપનીનું નામ (company name), ડીમેટ ખાતું અને તમે જે ખાતામાં તમારા શેર ટ્રાન્સફર કરવા માંગો છો તેનો ડીપી આઈડી(DP ID) ભરવો પડશે. પછી તમારે આ ફોર્મ બ્રોકર કંપનીની ઓફિસમાં સબમિટ કરવું પડશે.

ફોર્મ પ્રક્રિયા કર્યા પછી તમારા શેર્સ બીજા ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બ્રોકર શેર ટ્રાન્સફર એપ્લિકેશન પર પ્રક્રિયા કરવા માટે થોડી ફી લઈ શકે છે. જો કે તમે જૂનું ડીમેટ ખાતું બંધ કરી રહ્યા છો તો કોઈ ફી લેવામાં આવશે નહીં.

ઓનલાઇન પદ્ધતિ  જો શેર સીડીએસએલ (CDSL)ડિપોઝિટરીમાં છે તો તે ઓનલાઇન મોડ દ્વારા એક ડીમેટથી બીજા ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે તમારે ‘EASIEST’ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે.

સૌ પ્રથમ તમારે આ લિંક https://web.cdslindia.com/myeasi/Home/Login પર નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ જે ડીમેટ ખાતામાં શેર રાખવામાં આવ્યા છે તેની માહિતી ભરવાની રહેશે. તે પછી તમારે ડીમેટ એકાઉન્ટને લિંક કરવું પડશે જેમાં તમે શેર ટ્રાન્સફર કરવા માંગો છો. 24 કલાક પછી તમે જૂના ડીમેટ ખાતામાંથી નવા ડિમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરી શકો છો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">