Air India વેચાયુ, કર્મચારીઓની નોકરી-પગાર અને ભથ્થાઓનું શું થશે? અહીં જાણો આ બધા પ્રશ્નોના જવાબ

|

Oct 08, 2021 | 6:31 PM

હવે સૌથી મોટો પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે એર ઈન્ડિયામાં કામ કરતા સરકારી કર્મચારીઓનું શું થશે? શું તેની નોકરી યથાવત રહેશે કે કેવા પ્રકારના ફેરફારો શક્ય છે? તેમને મળતી તમામ સુવિધાઓનું શું થશે?

Air India વેચાયુ, કર્મચારીઓની નોકરી-પગાર અને ભથ્થાઓનું શું થશે? અહીં જાણો આ બધા પ્રશ્નોના જવાબ
Air india

Follow us on

ટાટા સન્સે (Tata Sons) એર ઈન્ડિયા માટે બોલી જીતી લીધી છે. વિનિવેશ સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એર ઈન્ડિયાએ 18,000 કરોડ રૂપિયાની બોલી જીતી છે. 4 ઓક્ટોબરના રોજ ટાટા સન્સની બિડ મંજૂર કરવામાં આવી હતી. મંત્રીઓની પેનલે બિડને મંજૂરી આપી છે.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

હવે સૌથી મોટો પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે એર ઈન્ડિયામાં કામ કરતા સરકારી કર્મચારીઓનું શું થશે? શું તેની નોકરી યથાવત રહેશે કે કેવા પ્રકારના ફેરફારો શક્ય છે? તેમને મળતી તમામ સુવિધાઓનું શું થશે?

 

અત્યારે એર ઈન્ડિયામાં કેટલા કર્મચારીઓ છે?

સરકારે કહ્યું કે એર ઈન્ડિયામાં લગભગ 12,085 કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી 8,084 કાયમી કર્મચારીઓ અને 4,001 કોન્ટ્રાક્ટ આધારીત  કર્મચારીઓ છે. તેમાંથી 3,400 કાયમી કર્મચારીઓ 2023-24 ના નાણાકીય વર્ષમાં નિવૃત્ત પણ થશે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કુલ 1,434 કર્મચારીઓ છે. 191 કાયમી કર્મચારીઓ છે. 1,156 કોન્ટ્રાક્ટ  આધારીત કર્મચારીઓ છે.

 

હવે કર્મચારીઓનું શું થશે?

એવિએશન સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોઈની નોકરી જશે નહીં. ટાટા સન્સ તમામ કર્મચારીઓને એક વર્ષ માટે જાળવી રાખશે. બીજા વર્ષમાં ટાટા સન્સ VRS ઓફર કરી શકે છે. સચિવે કહ્યું કે તમામ ભથ્થાઓ અકબંધ રહેશે. ગ્રેચ્યુઈટી પણ સમયસર આપવામાં આવશે.

ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરના અંતમાં ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાના ચેરમેનને ઔપચારિક રીતે એક પત્ર મોકલ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 15 દિવસની અંદર કર્મચારીઓએ એક લેખિત બાંહેધરી આપવી પડશે કે તેઓ નિવાસસ્થાનને શાંતિથી ખાલી કરી રહ્યા છે.

 

9 ઓગસ્ટના રોજ એક બેઠકમાં AISAMએ નિર્ણય લીધો હતો કે એર ઈન્ડિયાના કર્મચારીઓ કંપનીના રહેણાંક વસાહતોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ પછી છ મહિના સુધી રહી શકે છે અથવા આ મિલકતો વેચાય ત્યાં સુધી જે પણ તારીખ પહેલા આવતી હોય ત્યાં સુધી રહી શકે છે. એર ઈન્ડિયાની રહેણાંક વસાહતોમાં રહેતા તમામ નિવૃત્ત કર્મચારીઓને તાત્કાલિક ખાલી કરવાની નોટિસ આપવામાં આવશે. પરંતુ જેઓ સેવામાં છે તેમને ડિસઈન્વેસ્ટમેન્ટ પછી છ મહિના સુધી રહેવા દેવામાં આવશે.

 

પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ નિયત સમયમાં મકાન ખાલી નહીં કરે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. તેમની પાસેથી દંડ તરીકે બજારથી ડબલ ભાડું વસુલવામાં આવી શકે છે અને દિલ્હી-મુંબઈના આવા કર્મચારીઓ પાસેથી 10થી 15 લાખ રૂપિયાનું ડેમેજ ચાર્જ પણ લેવામાં આવી શકાય છે.

 

આ પણ વાંચો :  Aryan Khan drugs case: જામીનઅરજીના ચુકાદાની રાહ જોયા વિના, આર્યન ખાન સહીતના આરોપીઓને આર્થર રોડ જેલમાં પૂરતી NCB

 

Next Article