Home Loan મળશે હવે સરળતાથી, આ 6 બાબતોનું રાખો ધ્યાન

|

Oct 11, 2021 | 8:31 PM

મહત્તમ રકમ અને વ્યાજ દર પણ બેંક અરજદારની પ્રોફાઈલના આધારે નક્કી કરવામાં આવે છે જેમાં આવક, રોજગારનો પ્રકાર, ક્રેડિટ સ્કોર વગેરેનો સમાવેશ થાય છે. હોમ લોન માટે તમારી યોગ્યતા વધારવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો જાણીએ.

Home Loan મળશે હવે સરળતાથી, આ 6 બાબતોનું રાખો ધ્યાન

Follow us on

Home Loan: આજના યુગમાં તમારું પોતાનું ઘર ખરીદવું મુશ્કેલ લાગે છે. આજે રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ જોતા તે અત્યંત ખર્ચાળ લાગે છે. પરંતુ તમે બેંકમાંથી લોન લઈને તમારા પોતાના ઘરનું સપનું પૂરું કરી શકો છો. હોમ લોન માટે અરજદારની પાત્રતા નક્કી કરવા માટે બેંકો વિગતવાર પ્રક્રિયાને અનુસરે છે.

 

મહત્તમ રકમ અને વ્યાજ દર પણ બેંક અરજદારની પ્રોફાઈલના આધારે નક્કી કરવામાં આવે છે જેમાં આવક, રોજગારનો પ્રકાર, ક્રેડિટ સ્કોર વગેરેનો સમાવેશ થાય છે. હોમ લોન માટે તમારી લાયકાત વધારવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો જાણીએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

એક સહ-અરજદાર ઉમેરો

હોમ લોનની યોગ્યતા વધારવા માટે તમે પરિવારના એક કમાતા સભ્યને સહ-અરજદાર તરીકે સભ્યને ઉમેરી શકો છો. જેનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ. આમ કરવાથી તમે મહત્તમ રકમની લોન લઈ  શકો છો. કારણ કે આ EMIને વધુ ફાયદાકારક બનાવશે. હોમ લોનની યોગ્યતાની ગણતરી કરતી વખતે કેટલાક ધિરાણકર્તાઓ પરિવારના સભ્યોની આવક ઉમેરી શકે છે.

તમારો ક્રેડિટ સ્કોર 750થી ઉપર જાળવી રાખો

ઉંચો ક્રેડિટ સ્કોર (750થી ઉપર) હોવાથી હોમ લોન માટે તમારી પાત્રતા વધે છે કારણ કે ઉચ્ચ ક્રેડિટ સ્કોર બતાવે છે કે તમારી પાસે લોનની ચુકવણીની ક્ષમતા વધારે છે. ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવતી બેંક તમને ઓછા વ્યાજ દરે લોન પણ આપે છે. તમારે તમારા ક્રેડિટ સ્કોરને નિયમિતપણે તપાસવો જોઈએ, જેથી જો સ્કોર ઓછો હોય તો તમે સ્કોરને સુધારવા માટે કેટલાક સુધારાના પગલાં લઈ શકો છો જેથી લોન નકારવામાં ન આવે.

 

તમારા દેવા અને બાકી રકમ સમયસર ચૂકવો

તમારી લોનની સમયસર ચૂકવણી તમને સારો ક્રેડિટ સ્કોર જાળવવામાં મદદ કરે છે. આ તમારી હોમ લોનની યોગ્યતા વધારે છે. આ સિવાય તમારે બચત અને રોકાણ પણ કરવું જોઈએ, જે હોમ લોન માટે તમારી પાત્રતા વધારવામાં પણ મદદ કરે છે.

તમારા ધિરાણકર્તા સાથે ખાતુ ખોલો

જો વિવિધ ધિરાણકારોને જોયા પછી અને તેમના દ્વારા આપવામાં આવતા લાભોની તુલના કર્યા પછી તમે ધિરાણકર્તા પર નિર્ણય કર્યો છે તો આ સારું રહેશે કે તમે તેની સાથે ખાતું ખોલો. હોમ લોન માટે અરજી કરતા ઓછામાં ઓછા એક વર્ષ પહેલા આ થવું જોઈએ, જેથી તમને ધિરાણકર્તા સાથે સંબંધ વિકસાવવા માટે પૂરતો સમય મળે. ધિરાણકર્તા સાથે સારા સંબંધો હોમ લોન માટે તમારી પાત્રતામાં વધારો કરે છે.

 

તમારી આવકના વધારાના સ્ત્રોતો જાહેર કરો

જો તમે આવકના વધારાના સ્ત્રોતો જાહેર કરો છો તો તમારી હોમ લોનની પાત્રતા વધી શકે છે. કારણ કે તે સૂચવે છે કે તમારી પાસે લોન ચૂકવવાની વધુ ક્ષમતા છે.

લાંબા ગાળાની મુદ્દત પસંદ કરો

લાંબા સમય સુધી લોનની ચુકવણીની મુદત તમારી હોમ લોનની પાત્રતામાં વધારો કરે છે કારણ કે EMIની રકમ ઓછી હશે, જેનો અર્થ છે કે તેવી  સંભાવના વધી જાય છે કે તમે સમયસર ચુકવણી કરી શકશો. ધિરાણકર્તાને તમને લોન આપવામાં જોખમ ઓછું લાગશે. આ હોમ લોન માટે તમારી પાત્રતામાં વધારો કરશે.

 

આ પણ વાંચો :  હિંસાના વિરોધમાં હિંસા ! થાણેમાં ડેપ્યુટી મેયરના પતિએ રિક્ષાચાલકને માર માર્યો, કાર્યકરોએ બંધને બનાવ્યુ હિંસક

Next Article