High Return Stock : 100 રૂપિયાથી સસ્તાં આ શેરે 1 વર્ષમાં આપ્યું 62% રિટર્ન, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર બેંકની મુખ્ય કામગીરીમાં સુધારો થયો છે. સ્ટ્રેસ્ડ એસેટ્સ પરનું દબાણ હળવું થયું છે. બેંકની કમાણી સુધરી રહી છે.

High Return Stock : 100 રૂપિયાથી સસ્તાં આ શેરે 1 વર્ષમાં આપ્યું 62% રિટર્ન, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 8:56 AM

શેરબજાર છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. આ ઉચ્ચ-મૂલ્યાંકનવાળા બજારમાં હજુ પણ કેટલાક સસ્તા અને સારા વેલ્યુએશનવાળા શેરોમાં રોકાણ કરવાની તકો છે. છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં આવેલી તેજી વચ્ચે ઘણી કંપનીઓએ રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. આવી ઘણી કંપનીઓ છે જેમના શેરની કિંમત 100 રૂપિયાથી ઓછી છે પરંતુ તેમનું એક વર્ષનું વળતર સારું રહ્યું છે અને તેઓ આગળ પણ સારી આવક કરી શકે છે.

જો તમે આવા સ્ટોકની શોધમાં છો કે જે સારું વળતર આપી શકે છે તો તમે કરુર વૈશ્ય બેંક(Karur Vysya Bank)ના શેર પર દાવ લગાવી શકો છો. આ શેરની કિંમત હાલમાં રૂ. 57 ની આસપાસ છે. બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે તેમાં રૂ 70ના ટાર્ગેટ સાથે બાય એડવાઈસ આપી છે.

હાઈ વેલ્યુએશન માર્કેટમાં વધુ સારો વિકલ્પ શેરબજારનું વેલ્યુએશન ઘણું ઊંચું છે. આવી સ્થિતિમાં ઘણા શેર ખૂબ મોંઘા થઈ ગયા છે. કરુર વૈશ્ય બેંકના શેરનું મૂલ્યાંકન હજુ પણ આકર્ષક છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં લગભગ 25 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોને લગભગ 62 ટકા વળતર આપ્યું છે. આમ છતાં શેરનું વેલ્યુએશન આકર્ષક છે. બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે આ સ્ટૉકમાં ખરીદી કરવાની સલાહ આપતાં રૂપિયા 70નો ટાર્ગેટ રાખ્યો છે. આ અર્થમાં ભવિષ્યમાં રોકાણકારો વર્તમાન ભાવથી 22 ટકાથી વધુ વળતર મેળવી શકે છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

બ્રોકરેજ રિપોર્ટ શું  છે? બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર બેંકની મુખ્ય કામગીરીમાં સુધારો થયો છે. સ્ટ્રેસ્ડ એસેટ્સ પરનું દબાણ હળવું થયું છે. બેંકની કમાણી સુધરી રહી છે. Q1FY18 થી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 165 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો થયો છે. વાર્ષિક ધોરણે નફામાં 44 ટકા અને ત્રિમાસિક ધોરણે 52 ટકાનો વધારો થયો છે. વ્યાજમાંથી બેંકની ચોખ્ખી આવક (NII) વૃદ્ધિ ત્રિમાસિક ધોરણે 7 ટકા હતી. બેંકની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે. બેંકના સારા દેખાવને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે 70 રૂપિયાના લક્ષ્ય ભાવ પર ‘બાય’ રેટિંગ આપ્યું છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : ઇંધણના ઊંચા ભાવ મામલે રાહતના સમાચાર: હવે પ્લાસ્ટિકમાંથી બનશે પેટ્રોલ – ડીઝલ, જાણો શું હશે 1 લીટરની કિંમત

આ પણ વાંચો : EPFO : કર્મચારીઓ માટે રાહતના સમાચાર, હવે આકસ્મિક મૃત્યુ પર આશ્રિતને બમણી રકમ મળશે, જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">