કાળા મરીના ભાવમાં જોરદાર ઉછાળો, લગભગ 4 વર્ષ બાદ ભાવ 500ને પાર

|

Nov 19, 2021 | 5:41 PM

એક મસાલા કંપનીએ જણાવ્યું હતું કે કેટરર્સ, હોટલ અને લગ્ન-પાર્ટીમાંથી કાળા મરીની ઘણી માંગ છે. કંપનીનું કહેવું છે કે ખાસ કરીને હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં તેની માંગ વધી છે.

કાળા મરીના ભાવમાં જોરદાર ઉછાળો, લગભગ 4 વર્ષ બાદ ભાવ 500ને પાર
File Image

Follow us on

લગભગ ચાર વર્ષના લાંબા ગાળા બાદ કાળા મરી (Black pepper)ના ભાવ ફરી એક વખત 500 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગયા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ વર્ષની તહેવારોની સિઝન (Festive season) અને કોરોના પ્રતિબંધ (Corona ban) હળવા થવાને કારણે કાળા મરીની માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવમાં પણ તેજી આવી છે. જાણકારોનું કહેવું છે કે આ વર્ષની તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ કાળા મરીના ભાવ વધવા લાગ્યા છે.

 

છેલ્લા એક સપ્તાહમાં કાળા મરીના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે અને ભાવ 511 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યા છે. વેપારીઓ અને નિકાસકારો અપેક્ષા રાખે છે કે આવતા વર્ષની શરૂઆતમાં લણણીની સિઝન સુધી ભાવ ઊંચા રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

લણણી ડિસેમ્બરથી માર્ચ દરમિયાન થાય છે

જણાવી દઈએ કે કાળા મરીની લણણીની સિઝન ડિસેમ્બરમાં શરૂ થાય છે જે માર્ચ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે ખરાબ હવામાનના કારણે પાકની ઉપજ પર અસર થવાના સમાચારને કારણે મરીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. એક મસાલા કંપનીએ જણાવ્યું હતું કે કેટરર્સ, હોટલ અને લગ્ન-પાર્ટીમાંથી કાળા મરીની ઘણી માંગ છે. કંપનીનું કહેવું છે કે ખાસ કરીને હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં તેની માંગ વધી છે.

 

આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય મરીના ભાવ ટોચ પર

અન્ય મરી ઉત્પાદક દેશોથી વિપરીત, ભારતમાં ઉગાડવામાં આવતા મરીના ભાવ મોટાભાગે સ્થાનિક માંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાળા મરીના ભાવ જૂનથી વધી રહ્યા છે કારણ કે તેના સૌથી મોટા ઉત્પાદક વિયેતનામમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ચીને તેની ખરીદી વધારી છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિયેતનામ, ઈન્ડોનેશિયા અને બ્રાઝિલમાં મરીના ભાવ 4,300થી 4,500 ડૉલર પ્રતિ ટન વધી ગયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ બમણા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય મરીની કોઈ સ્પર્ધા નથી. તમને જણાવી દઈએ કે જ્યારે મલેશિયન મરી 5,200 ડોલર પ્રતિ ટનના ભાવે વેચાઈ રહી છે તો ભારતીય મરીની કિંમત 6,780 ડોલર પ્રતિ ટન છે.

 

 

આ પણ વાંચો :  ખોટી ઓળખ સાથે Pakistan થી China રવાના કરાયેલા Radioactive પદાર્થના કન્ટેનરોને DRI એ મુંદ્રા પોર્ટ ખાતે ઝડપી પડાયા

 

Next Article