HDFC બેંકના ગ્રાહકો બે દિવસ આ સેવાઓનો લાભ નહિ લઈ શકે, જાણો વિગતવાર

એચડીએફસી બેંક (HDFC Bank) એ તેના ગ્રાહકોને એક નોટિફિકેશન મોકલ્યું છે, જે મુજબ મેન્ટેનન્સના કારણે બેંકની ક્રેડિટ કાર્ડ (HDFC Credit Card) અને ડેબિટ કાર્ડ (HDFC Debit Card)) સેવા કાર્યરત રહેશે નહિ.

HDFC બેંકના ગ્રાહકો બે દિવસ આ સેવાઓનો લાભ નહિ લઈ શકે, જાણો વિગતવાર
HDFC BANK
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 03, 2021 | 7:41 AM

એચડીએફસી બેંક (HDFC Bank) એ તેના ગ્રાહકોને એક નોટિફિકેશન મોકલ્યું છે, જે મુજબ મેન્ટેનન્સના કારણે બેંકની ક્રેડિટ કાર્ડ (HDFC Credit Card) અને ડેબિટ કાર્ડ (HDFC Debit Card)) સેવા કાર્યરત રહેશે નહિ. આ સૂચનાઓ એચડીએફસી બેંકના ગ્રાહકોને મેઇલ અને મેસેજ દ્વારા મોકલવામાં આવી છે.

બેંકે નોટિફિકેશન (HDFC Notification) માં જણાવ્યું હતું કે, મેન્ટેનન્સને લીધે ક્રેડિટ કાર્ડ સેવા આજે  3 ફેબ્રુઆરીએ સવારે 2: 00 થી 3: 00 સુધી બંધ રહી હતી અને ડેબિટ કાર્ડ સેવા આવતીકાલે  4 ફેબ્રુઆરીએ સવારે 12:30 થી 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ગ્રાહકો નેટબેંકિંગ (HDFC NetBanking) અથવા મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન (HDFC Mobile Banking App) દ્વારા પણ ટ્રાંઝેક્શન કરી શકશે નહીં.

આરબીઆઈએ એચડીએફસી બેંકના સંપૂર્ણ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓડિટ કરવાની જવાબદારી બાહ્ય વ્યાવસાયિક આઇટી કંપનીને સોંપી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 30 (1) B હેઠળ, આરબીઆઈએ બેંકના સંપૂર્ણ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઓડિટ કરવા માટે બાહ્ય વ્યાવસાયિક આઇટી ફર્મની નિમણૂક કરી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને ડિજિટલ 2.0 હેઠળ તમામ ડિજિટલ બિઝનેસ જનરેટ કરવાની પ્રવૃત્તિઓ લોન્ચ કરવા પર રોક લગાવવા જણાવ્યું છે. બેંકે તમામ સૂચિત વ્યવસાયો પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં આઇટીનો ઉપયોગ થવાનો છે. આ સિવાય નવા ક્રેડિટ કાર્ડ આપવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. તમામ સંબંધિત નિયમનકારી પાલન બેંક દ્વારા પૂર્ણ કરવામાં આવશે ત્યારે જ આરબીઆઈ આ તમામ પ્રતિબંધોને દૂર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">