Happy Birthday Dhirubhai Ambani : પેટ્રોલ પંપ પર 300 રૂપિયાની નોકરી, પછી ધીરુભાઈ એક આઈડિયા અને 500 રૂપિયા લઈને મુંબઈ ગયા

Happy Birthday Dhirubhai Ambani: ધીરજલાલ હીરાચંદ અંબાણી અથવા ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ જૂનાગઢમાં થયો હતો. પોતાના ખિસ્સામાં 500 રૂપિયા લઈને તે પોતાના સપનાને સાકાર કરવા મુંબઈ પહોંચ્યા, અને બિઝનેસ જગતમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું.

Happy Birthday Dhirubhai Ambani : પેટ્રોલ પંપ પર 300 રૂપિયાની નોકરી, પછી ધીરુભાઈ એક આઈડિયા અને 500 રૂપિયા લઈને મુંબઈ ગયા
Dhirubhai Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 2:02 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એટલે દેશની સૌથી મૂલ્યવાન કંપની. 17 લાખ કરોડથી વધુનું માર્કેટ કેપ ધરાવતી આ વિશાળ કંપનીનો બિઝનેસ આજે ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આજે, 28 ડિસેમ્બર 2022, આ કંપનીનો પાયો નાખનાર સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ છે. ચાલો આ ખાસ દિવસે તેની રસપ્રદ સફર પર એક નજર કરીએ.

1932માં જૂનાગઢમાં થયો હતો

ધીરુભાઈ અંબાણી (પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી)નો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં થયો હતો. તેના પિતા શાળામાં શિક્ષક હતા અને ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. આવી સ્થિતિમાં પરિવારને આર્થિક મદદ કરવા માટે તેણે 10મા ધોરણ પછી જ નાની- મોટી નોકરીઓ કરીને પૈસા કમાવવાનું શરૂ કર્યું. પરંતુ તેની શરૂઆતની કમાણી અપૂરતી હતી.

પેટ્રોલ પંપ પર 300 રૂપિયા પગારની નોકરી

તેમને ભણવામાં મન ન લાગ્યું તો માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ 1949માં પૈસા કમાવવા માટે દેશની બહાર ગયા. ધીરુભાઈ તેમના ભાઈ રમણીકલાલ પાસે યમન ગયા, જ્યાં તેમને પેટ્રોલ પંપ પર નોકરી મળી. આ નોકરીમાં તેને મહિને 300 રૂપિયાનો પગાર મળતો હતો. ‘એ.બેસ્સી એન્ડ કંપની’ નામના આ ફિલિંગ સ્ટેશન પર તેણે ખંતથી કામ કર્યું અને તેના કામથી ખુશ હોવાથી તેને ફિલિંગ સ્ટેશનમાં મેનેજર બનાવવામાં આવ્યા.

1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?
Video : ગ્રહોની શાંતિ માટે દેવરાહા બાબાએ જણાવ્યો ગુપ્ત મંત્ર, જાણી લો ફાયદા
આખી સિરીઝમાં એકપણ મેચ ન હારી ભારતની મહિલા ક્રિકેટરોએ જમાવ્યો રંગ
ચેક પર તમે શું લખો છો Lakh કે Lac,સાચું શું છે જાણો
દર મહિને SBI અભિષેક બચ્ચનને આપે છે 18 લાખ રૂપિયા

મોટો માણસ બનવાની મનમાં બાંધી ગાઠ

આ પેટ્રોલ પંપ પર કામ કરતી વખતે જ ધીરુભાઈએ મોટા માણસ બનવાનું વિચાર્યું અને કંઈક અલગ કરવાનું નક્કી કર્યું. આ સપનું લઈને તેઓ પાંચ વર્ષ પછી જ વર્ષ 1954માં ભારત પાછા ફર્યા. ઘરે થોડા દિવસો વિતાવ્યા પછી, તેણે તેના સ્વપ્ન પર આગળ વધવા માટે એક પગલું ભર્યું અને તેના ખિસ્સામાં 500 રૂપિયા સાથે, તે માયા નગરી મુંબઈ તરફ વળ્યો.

તમારા વ્યવસાયિક વિચારને અનુસરો

મુંબઈમાં પ્રવેશતા પહેલા જ ધીરુભાઈ અંબાણીએ બજાર વિશે ઘણી માહિતી એકઠી કરી હતી.એમ કહો કે તેના ખિસ્સામાં માત્ર 500 રૂપિયા હતા હોય છતા તેમણે હિંમત કરી. ભારતમાં પોલિએસ્ટર અને વિદેશમાં ભારતીય મસાલાની સૌથી વધુ માંગ છે. પછી તેણે આ સેક્ટરમાં શરૂઆત કરવાનું નક્કી કર્યું.

Reliance કંપની શરૂ કરી

આ વ્યવસાયિક વિચાર સાથે, તેમણે 8 મે 1973 ના રોજ રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનના નામથી તેમની કંપની શરૂ કરી. તેના દ્વારા વિદેશમાં ભારતીય મસાલા વેચવામાં આવતા હતા અને વિદેશી પોલિએસ્ટર ભારતમાં વેચાતા હતા. આ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો પાયો નંખાયો હતો. ધંધાને વેગ મળ્યો ત્યારે ધીરુભાઈએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

2000માં દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા

જ્યારે રિલાયન્સની શરૂઆત થઈ ત્યારે તે સમયે ધીરુભાઈ અંબાણીની 350 ચોરસ ફૂટની ઓફિસ (રૂમ)માં માત્ર એક ટેબલ, ત્રણ ખુરશીઓ, બે સાથીદારો અને એક ટેલિફોન હતો. તેણે પોતાનું નિત્યક્રમ નક્કી કરી લીધું હતું. વર્ષ 2000 દરમિયાન અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પણ ઉભરી આવ્યા હતા.

ધીરુભાઈ લાઈમ લાઈટથી દૂર રહેતા

કોર્પોરેટ સેક્ટરમાં સફળતાનો પોતાનો સિક્કો જમાવનાર ધીરુભાઈ ધીરુભાઈ અંબાણી લાઈમલાઈટથી દૂર રહ્યા અને પાર્ટી કરવી બિલકુલ પસંદ ન હતી. આખો દિવસ કામ કર્યા બાદ તે દરરોજ સાંજ પરિવાર સાથે વિતાવતા હતા.

વર્ષ 2002 માં અવસાન થયું

ધીરુભાઈ અંબાણીનું 6 જુલાઈ 2002ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ પછી, તેમના દ્વારા બનાવવામાં આવેલા વિશાળ બિઝનેસ સામ્રાજ્યની જવાબદારી તેમના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ લીધી. મોટા દિકરા પુત્ર મુકેશ અંબાણી આજે વિશ્વના આઠમા અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ લાંબા સમયથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ સિવાય તેમના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ સતત વધી રહ્યો છે.

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
g clip-path="url(#clip0_868_265)">