ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે સસ્તુ H -CNG બજારમાં આવશે

|

Sep 29, 2020 | 6:36 PM

પ્રદુષણની સમસ્યા સાથે વધુ ઉત્સર્જન ધરાવતો H -CNG ગેસ હાલમાં સસ્તા અને ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતા CNG  ગેસને રિપ્લેસ કરશે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વૈકલ્પિક બળતણ તરીકે H -CNG introduce કરવાની જાણકારી આપી છે CNG (Compressed Natural Gas)થી પણ ઓછા emission ધરાવતા H-CNG (hydrogen compressed natural gas ) ની ટેસ્ટિંગ પુરી […]

ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે સસ્તુ H -CNG બજારમાં આવશે

Follow us on

પ્રદુષણની સમસ્યા સાથે વધુ ઉત્સર્જન ધરાવતો H -CNG ગેસ હાલમાં સસ્તા અને ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતા CNG  ગેસને રિપ્લેસ કરશે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વૈકલ્પિક બળતણ તરીકે H -CNG introduce કરવાની જાણકારી આપી છે CNG (Compressed Natural Gas)થી પણ ઓછા emission ધરાવતા H-CNG (hydrogen compressed natural gas ) ની ટેસ્ટિંગ પુરી કરી લેવાઈ છે.

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ(BIS – Bureau of Indian Standard) એ પણ માન્યતા આપતા જણાવ્યું છે કે  H-CNGને ઓટોમોટિવ ફ્યૂલ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. સેન્ટ્રલ મોટર વ્હીક્લ એક્ટ, 1989માં સુધારાનું નોટિફિકેશન પણ જાહેર થઈ ચૂક્યું છે. આ સંશોધન ઓટોમોટિવ ફ્યૂલ તરીકે H-CNGનો ઉપયોગ કરવા અંગે છે.  આ પરિવહન માટે સ્વચ્છ ફ્યૂલનો વિકલ્પ તૈયાર કરવા તરફ એક સારું પગલું ગણાવાયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતે ટ્વીટ કરી આ માહિતી લોકો સુધી પહોંચાડી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

CNG – Compressed Natural Gas
સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. નેચરલ ગેસ મુખ્યત્વે મિથેનથી બનેલો છે, સીએનજી પેટ્રોલ અથવા ડીઝલની તુલનામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ સહિતના પ્રદૂષકો ઓછી માત્રામાં ફેલાવે છે.

H-CNG – Hydrogen compressed natural gas
એચ-સીએનજી એ હાઇડ્રોજન અને સીએનજીનું મિશ્રણ છે, જેમાં  હાઇડ્રોજન  concentration 18% છે.  સીએનજીની તુલનામાં એચ-સીએનજીનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડના ઉત્સર્જનને 70% સુધી ઘટાડી શકે છે. H -CNG ઇંધણમાં 5% સુધીની બચત કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચોઃજૂની સાડીઓને કબાટમાં મૂકી રાખવા કરતા, ઘરની સજાવટમાં કરો ઉપયોગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:35 pm, Tue, 29 September 20

Next Article