ચાલબાઝ ચીનને ગુજ્જુ કારોબારી ભારે પડયા, Gautam Adani નો શ્રીલંકા સ્થિત આ પ્રોજેક્ટ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી અને સુરક્ષા પ્રદાન કરશે
અદાણી ગ્રૂપ એ ભારતના સૌથી મોટા બિઝનેસ જૂથોમાંનું એક છે. તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે. શ્રીલંકામાં વેસ્ટ ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (WCT) બનાવવા માટે અદાણીનો કરાર 70 કરોડ ડોલરનો છે. શ્રીલંકાના પોર્ટ સેક્ટરમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ છે.
શ્રીલંકામાં ચીનના વધતા રસનો સામનો કરવા માટે ભારતે નવી રણનીતિ ઘડી છે.ભારત શ્રીલંકા સાથે વ્યાપારી સંબંધો વધારીને ચીનને જવાબ આપવા માંગે છે. અદાણી ગ્રુપ આ પ્રયાસમાં સરકારને મદદ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને મળ્યા હતા. તેમણે ટ્વિટર પર આ બેઠકની માહિતી આપી છે. એવું માનવામાં આવે છે કે અદાણી ગ્રુપે શ્રીલંકામાં રોકાણની મોટી યોજના બનાવી છે.
થોડા સમય પહેલા અદાણીએ શ્રીલંકાની સરકારી કંપની શ્રીલંકન પોર્ટ ઓથોરિટી (SLPA) સાથે સોદો કર્યો હતો. આ હેઠળ ગ્રુપ કોલંબો પોર્ટ પર વેસ્ટ કન્ટેનર ટર્મિનલનું નિર્માણ અને સંચાલન કરશે. સૂત્રોએ જણાવ્યું કે અદાણી ખાનગી મુલાકાતે શ્રીલંકા ગયા છે. તેમની સાથે 10 લોકોનું પ્રતિનિધિમંડળ પણ છે. એક અખબાર અનુસાર અદાણી અને પ્રતિનિધિમંડળ રવિવારે બે વિશેષ ફ્લાઈટથી શ્રીલંકા પહોંચ્યા હતા.
Privileged to meet President @GotabayaR and PM @PresRajapaksa. In addition to developing Colombo Port’s Western Container Terminal, the Adani Group will explore other infrastructure partnerships. India’s strong bonds with Sri Lanka are anchored to centuries’ old historic ties. pic.twitter.com/noq8A1aLAv
— Gautam Adani (@gautam_adani) October 26, 2021
અદાણી ગ્રૂપ એ ભારતના સૌથી મોટા બિઝનેસ જૂથોમાંનું એક છે. તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે. શ્રીલંકામાં વેસ્ટ ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (WCT) બનાવવા માટે અદાણીનો કરાર 70 કરોડ ડોલરનો છે. શ્રીલંકાના પોર્ટ સેક્ટરમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ છે. કોલંબો પોર્ટ ભારતીય કન્ટેનર માટે સૌથી વધુ પસંદગીનું પ્રાદેશિક હબ છે. WCT બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે બાંધવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી ગ્રુપ શ્રીલંકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ભાગીદારી માટે અન્ય તકો પણ શોધી રહ્યું છે. શ્રીલંકાનો ભારત સાથે ઘણો જૂનો સંબંધ છે. શ્રીલંકાના સ્થાનિક મીડિયાએ ત્યાંના અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે અદાણી ગ્રૂપે ભારતના આ પાડોશી દેશના ઊર્જા અને પવન ક્ષેત્રમાં પણ રસ દાખવ્યો છે. આગામી દિવસોમાં અનેક ક્ષેત્રોમાં અદાણી ગ્રુપના કરારના સમાચાર આવી શકે છે.
જો ભારતીય કંપનીઓ શ્રીલંકામાં જંગી રોકાણ કરશે તો તે ચીનને સ્પષ્ટ જવાબ હશે. ચીન આ એશિયાઈ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યો છે. તે ભારતના પાડોશી દેશો શ્રીલંકા અને નેપાળમાં મોટાપાયે રોકાણ કરવા માંગે છે. તેણે શ્રીલંકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઘણો રસ દાખવ્યો છે. ચીનની ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપની (CHEC) એ કોલંબોમાં 17 કિલોમીટર લાંબો એલિવેટેડ હાઈવે બનાવવા માટે થોડા મહિના પહેલા પ્રોજેક્ટ હસ્તગત કર્યો હતો. આ કરારની શરતો ચીનની તરફેણમાં છે.
ચીનની CHEC 18 વર્ષ પછી આ પ્રોજેક્ટ શ્રીલંકાની સરકારને સોંપશે. કંપની શ્રીલંકામાં હાઇવે ધરાવનારી પ્રથમ વિદેશી કંપની બની છે. ચીન શ્રીલંકામાં અન્ય એક પ્રોજેક્ટમાં પણ રોકાણ કરી રહ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનું ચીન અંગેનું વલણ નરમ રહ્યું છે. શ્રીલંકાના લોકોમાં ચીનના વધતા રસ અંગે પણ ચિંતા છે. જો ચીન શ્રીલંકામાં પોતાની હાજરી વધારવામાં સફળ થાય છે તો તે ભારત માટે પણ ચિંતાનો વિષય છે. આ માટે ભારત શ્રીલંકા સાથે વેપાર સંબંધો વધારીને ચીનને જવાબ આપવાની રણનીતિ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Share Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત, Sensex 61000 નીચે સરક્યો
આ પણ વાંચો : Sovereign Gold Bond Scheme: ડિજિટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી આ 6 ફાયદા થાય છે, જાણો વિગતવાર