AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Gas Price Hike: ગુજરાત ગેસે ભાવમાં કર્યો વધારો, નવા ભાવ આજથી લાગુ

ગુજરાત ગેસે 2023માં સતત પાંચ વાર ઘટાડા બાદ ભાવમાં વધારો કર્યો છે. વર્ષની શરૂઆતમાં ઔદ્યોગિક ગેસના દર રૂ. 47.93/scm હતા. ગુજરાત ગેસે 2023માં પાંચમી વખત કિંમતમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં કિંમત ઘટીને રૂ. 38.43 પ્રતિ સેમી થઈ ગઈ હતી.

Gujarat Gas Price Hike: ગુજરાત ગેસે ભાવમાં કર્યો વધારો, નવા ભાવ આજથી લાગુ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 12:07 PM
Share

ગુજરાત ગેસ લિમિટેડ (Gujarat Gas) એ ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. 2.40નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. 38.43 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (scm)થી વધીને રૂ. 40.83 પ્રતિ scm થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, સ્પોટ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ના ઊંચા ભાવને કારણે કિંમતોમાં વધારો થયો છે. એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા 20 ઓગસ્ટના રોજ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. નવી કિંમતો 21 ઓગસ્ટથી લાગુ થશે.

આ પણ વાંચો: Gujarat Gas Q4 Results : નફામાં ઘટાડા છતાં ગુજરાત ગેસ શેરધારકોને 333% ડિવિડન્ડ આપશે

2023માં સતત 5 વાર ભાવમાં ઘટાડો કર્યો

સતત પાંચ વાર ભાવ ઘટાડા બાદ ગુજરાત ગેસે હવે 2023માં ભાવ વધાર્યા છે. વર્ષની શરૂઆતમાં ઔદ્યોગિક ગેસના દર રૂ. 47.93/scm હતા. ગુજરાત ગેસે 2023માં પાંચમી વખત કિંમતમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં કિંમત ઘટીને રૂ. 38.43 પ્રતિ સેમી થઈ ગઈ હતી.

ત્રિમાસિક પરિણામો કેવા રહ્યા હતા

ગુજરાત ગેસે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 43.4 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જે રૂ. 216 કરોડ થયો છે. કંપનીએ Q1FY24માં રૂ. 412.71 કરોડનો EBITDA નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 626.39 કરોડ હતો.

ગુજરાત ગેસે જણાવ્યું હતું કે ક્વાર્ટર માટે તેનું કુલ ગેસ વેચાણ વોલ્યુમ 9.22 mmscmd (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ) હતું, જે અગાઉના ક્વાર્ટરમાં 8.86 mmscmd હતું. ઔદ્યોગિક વોલ્યુમ અગાઉના ક્વાર્ટર (Q4FY23) કરતાં 10 ટકા વધીને 5.88 mmscmd પર પહોંચી ગયું છે. 18 ઓગસ્ટના રોજ NSE પર ગુજરાત ગેસનો શેર 0.36 ટકાના ઘટાડા સાથે રૂ. 452.55 પર બંધ થયો હતો.

ગુજરાત ગેસ શેરધારકોને 333% ડિવિડન્ડ આપશે

ગુજરાત ગેસે (Gujarat Gas Ltd)ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 369.2 કરોડ રહ્યો હતો. કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે જોકે પરિણામની સાથે કંપનીએ શેર દીઠ 333 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તે રૂ. 31862 કરોડના માર્કેટ કેપ સાથે લાર્જકેપ કંપની છે. 52 સપ્તાહનો સૌથી વધુ રૂ.584 અને સૌથી ઓછો રૂ.403 છે. કંપનીના શેરે એક વર્ષમાં લગભગ 9 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર 90 ટકા છે.

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
g clip-path="url(#clip0_868_265)">