GST કાઉન્સિલની 45મી બેઠક: Swiggy-Zomato જેવી એપમાંથી ભોજન મંગાવવુ થયું મોંઘું, જાણો શું શું થયું સસ્તું

|

Sep 17, 2021 | 8:30 PM

GST Council 45th meeting: નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સીલની 45મી બેઠક યોજાઈ હતી. ચાલો જાણીએ કે આમાં શું નિર્ણયો લેવામાં આવ્યા.

GST કાઉન્સિલની 45મી બેઠક: Swiggy-Zomato જેવી એપમાંથી ભોજન મંગાવવુ થયું મોંઘું, જાણો શું શું થયું સસ્તું
નાણામંત્રી નિર્મલા સીતારમણ (ફાઈલ ઈમેજ)

Follow us on

જીએસટી કાઉન્સિલની (GST Council 45th Meeting Decisions) 45મી બેઠક પુરી થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફૂડ ડીલીવરી એપને 5 ટકા જીએસટી હેઠળ લાવવાની ભલામણો સ્વીકારવામાં આવી છે. આવી સ્થિતિમાં સ્વિગી (Swiggy), ઝોમેટો (Zomato) વગેરેમાંથી ખાવાનું મંગાવવું મોંઘુ પડી શકે છે. સૂત્રો કહે છે કે સ્વિગી (Swiggy), ઝોમેટો (Zomato) પર 5 ટકા જીએસટી લાગુ થશે.

 

બીજી બાજુ કાર્બોનેટેડ ફ્રુટ ડ્રિંક્સ, જ્યુસ પર 28 ટકા + 12 ટકા જીએસટી લાગશે. આયર્ન, કોપર, ઝીંક, એલ્યુમિનિયમ પર પણ જીએસટી વધ્યો છે. આ નિર્ણયો 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ?

કોરોના સંબંધિત દવાઓ પર જીએસટી છૂટ 31 ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 44મી બેઠકમાં બ્લેક ફંગસની દવાઓ પર ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

આ સિવાય કોરોના સંબંધિત દવાઓ અને એમ્બ્યુલન્સ સહિત અન્ય સાધનો પર પણ ટેક્સના દરમાં કાપ મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં કોવિડની રસી પર 5 ટકા જીએસટી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી દરોમાં આ ઘટાડો ડિસેમ્બર 2021 સુધી લાગુ રહેશે. બાયોડિઝલ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

 

આ વસ્તુઓ પર પણ ટેક્સ ઘટાડાયો

  • ઓક્સિમીટર પર 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો.
  • વેન્ટિલેટર પર 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો.
  • હેન્ડ સેનિટાઇઝર પરનો ટેક્સ 18%થી ઘટાડીને 5% કર્યો.
  • રેમડેસિવીર પર 12%થી 5% કરવામાં આવ્યો.
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન પર 12%થી ઘટાડીને 5% કરાયો છે.
  • પલ્સ ઓક્સિમીટર પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર ટેક્સ રેટ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • ઇલેક્ટ્રિક ફર્નેસ પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • તાપમાન માપવાના સાધનો પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • હાઇ-ફ્લો નેજલ કેન્યુલા ડિવાઇસ પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • હેપારિન દવા પર ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
  • કોવિડ ટેસ્ટિંગ કીટ પર 12% ને બદલે 5% ટેક્સ લાદવામાં આવ્યો છે.

 

જીએસટીના કારણે સરકારની આવક સતત વધી રહી છે

નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ઓગસ્ટ 2021માં કુલ જીએસટી આવક 1,12,020 કરોડ રૂપિયા છે, જેમાં સેન્ટ્રલ જીએસટીના  (CGST)  20,522 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટીના (SGST)  26,605 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટીના 56,247 કરોડ રૂપિયાનો (માલના આયાત પર જમા 646 કરોડ રૂપિયા સહીત) અને સેસના 8,646 કરોડ રૂપિયા (માલના ઈમ્પોર્ટ પર જમા 646 કરોડ રુપિયા સહીત) છે. જો કે,  ઓગસ્ટમાં એકત્રીત કરવામાં આવેલી રકમ જુલાઈ 2021ના 1.16 લાખ કરોડ રૂપિયાથી ઓછી છે.

 

ઓગસ્ટ 2021માં જીએસટીની આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 30 ટકા વધારે છે. ઓગસ્ટ 2020માં GST કલેક્શન 86,449 કરોડ રૂપિયા હતું. મંત્રાલયે કહ્યું કે ઓગસ્ટ 2019માં GST કલેક્શન 98,202 કરોડ રૂપિયા હતું. આ રીતે, આ વર્ષે ઓગસ્ટમાં કલેક્શન ઓગસ્ટ 2019 કરતા 14 ટકા વધારે હતું.

 

આ પણ વાંચો :  Stock Market: નવી ઉંચાઈએ ખુલ્યુ માર્કેટ, સેન્સેક્સ 59100ને પાર, નિફ્ટી 17750ની આસપાસ

Next Article