હવે નોકરીમાં PF બાદ Gratuity પણ થશે ટ્રાન્સફર, એપ્રિલમાં નોટિફિકેશન જાહેર થઈ શકે છે

|

Mar 24, 2021 | 8:34 AM

EPF બાદ હવે જો હવે તમે નોકરી બદલશો તો ગ્રેચ્યુઇટી ટ્રાન્સફર કરવાની પણ તક મળી શકે છે. સૂત્રો અનુસાર સરકાર-યૂનિયન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલની ગ્રેચ્યુઇટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે સહમતી થઈ રહી છે

હવે નોકરીમાં PF બાદ Gratuity પણ થશે ટ્રાન્સફર, એપ્રિલમાં નોટિફિકેશન જાહેર થઈ શકે છે
symbolic image

Follow us on

EPF બાદ હવે જો હવે તમે નોકરી બદલશો તો Gratuity ટ્રાન્સફર કરવાની પણ તક મળી શકે છે. સૂત્રો અનુસાર સરકાર-યૂનિયન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલની ગ્રેચ્યુઇટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે સહમતી થઈ રહી છે અને તેને સોશિયલ સિક્યોરિટી કોડથી સંબંધિત નિયમોમાં સામેલ કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર હવે PFની જેમ ગ્રેચ્યુઇટી ટ્રાન્સફરનો પણ વિકલ્પ મળશે. ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર ઇન્ડસ્ટ્રી-યૂનિયન સંમત થયા પછી નોકરી બદલવા પર PFની જેમ ગ્રેચ્યુએટી પણ ટ્રાન્સફર થશે. PFની જેમ માસિક ગ્રેચ્યુઇટી કન્ટ્રીબ્યૂશન પર પણ સામટી સધાય તેમ લાગી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રમ મંત્રાલય-યૂનિયન-ઇન્ડસ્ટ્રીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો. ગ્રેચ્યુએટી પણ CTCની આવશ્યક ભાગ હોવાનું સૂચન થયું હતું. આ પ્રાવધાન સોશલ સિક્યોરિટી કોડના નિયમમાં સામેલ છે. સૂત્રો મુજબ આ મુદ્દે ફાઇનલ નોટિફિકેશન આવતા મહિને શક્ય છે. જો કે ગ્રેચ્યુઇટી માટે વર્કિંગ ડે વધારવા પર ઇન્ડસ્ટ્રી સહમત થઇ રહી નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉલ્લેખનીય છે કે કંપનીમાં સતતઘણા વર્ષ સુધી કામ કરવા વાળા કર્મચારીને પગાર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ (PF-Provident Fund) ઉપરાંત જે પૈસા મળે છે તેને ગ્રેચ્યુઇટી પેમેન્ટ (Gratuity Payment) કરે છે. તેનો એક નાનો હિસ્સો કર્મચારી (Employee)ના પગારમાંથી કાપવામાં આવે છે પરંતુ ગ્રેચ્યુઇટીનો મોટો હિસ્સો કંપની દ્વારા આપવામાં આવે છે. એક રીતે તે કંપનીના લાંબા ગાળાના લાભ જેવું છે. કોઈપણ કર્મચારી દ્વારા પ્રાપ્ત થતી ગ્રેચ્યુટી મુખ્ય રીતે બે વસ્તુ પર આધારિત હોય છે. પહેલું એ છે કે કર્મચારી કેટલો સમય કામ કરે છે અને બીજું તેના છેલ્લા પગારમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું કેટલું છે.

Next Article