Gratuity : 5 વર્ષથી ઓછી નોકરી પર પણ મળે છે ગ્રેચ્યુઈટી,આ રીતે સમજો ગણતરી

|

Jan 14, 2023 | 9:42 AM

ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. તે જ સમયે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.

Gratuity : 5 વર્ષથી ઓછી નોકરી પર પણ મળે છે ગ્રેચ્યુઈટી,આ રીતે સમજો ગણતરી
Symbolic Image

Follow us on

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને ગ્રેચ્યુઈટી મળે છે પરંતુ ગ્રેચ્યુઈટી સંબંધિત અનેક પ્રશ્નો કર્મચારીઓના મનમાં ઉઠતા રહે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કંપનીમાં સતત પાંચ વર્ષ કામ કર્યા પછી જ કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. સરકારે નવા લેબર કોડમાં ગ્રેચ્યુટીના નિયમોમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. જો કે, આ અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. સતત સેવાને બદલે કંપનીઓ તેમના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપીને તેમનો આભાર વ્યક્ત કરે છે. ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે.

ગ્રેચ્યુઈટી શું છે?

કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. એક રીતે સતત સેવાના બદલામાં, કંપની દ્વારા કર્મચારીનો આભાર માનવામાં આવે છે.

કોને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે?

પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુટી એક્ટ (Payment and Gratuity Act)દેશના તમામ કારખાનાઓ, ખાણો, તેલ ક્ષેત્રો, બંદરો અને રેલવેને લાગુ પડે છે. આ સાથે 10 થી વધુ લોકોને રોજગારી આપતી દુકાનો અને કંપનીઓના કર્મચારીઓને પણ ગ્રેચ્યુટીનો લાભ મળે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ગ્રેચ્યુટી કયા આધારે મળે છે ?

ગ્રેચ્યુઈટી એક્ટ મુજબ કોઈપણ એક એમ્પ્લોયર સાથે સતત પાંચ વર્ષ કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જો કે, અધિનિયમની કલમ 2A સ્પષ્ટપણે ‘કામ ચાલુ રાખવું’ ને વ્યાખ્યાયિત કરે છે. આ મુજબ ઘણા કર્મચારીઓ પૂરા 5 વર્ષ સુધી કામ ન કરે તો પણ તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે.

આ રીતે તમને પાંચ વર્ષ પહેલા ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે

ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. તે જ સમયે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.

નોટિસ પિરિયડ પણ ગણાય છે

ગ્રેચ્યુટી માટેના સમયગાળાની ગણતરી કરતી વખતે નોટિસનો સમયગાળો ગણવામાં આવે છે કે કેમ તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં છે. અહીં જણાવી દઈએ કે નોટિસનો સમયગાળો ‘સતત સેવા’માં ગણાય છે.

શું છે ગ્રેજ્યુટીની ગણતરી ?

ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. સરકારી કર્મચારીઓ માટે તેની વધારેમાં વધારે મર્યાદા 20 લાખ રૂપિયા છે. 5 વર્ષની સર્વિસ પૂરી કર્યા પછી ગ્રેજ્યુટી બનવાની શરૂઆત થઈ જાય છે. ગ્રેજ્યુટીની રકમ 2 રીતે નક્કી થાય છે. કંપનીમાં તમારો કાર્યકાળ અને તમારો છેલ્લો પગાર. ગ્રેજ્યુટી નક્કી કરવાની ફોર્મ્યુલા છે- 15 X છેલ્લો પગાર X સર્વિસ પિરીયડ/26 હોય છે.

Published On - 9:42 am, Sat, 14 January 23

Next Article