સંકટના સમયમાં રાજ્યોને મળ્યો કેન્દ્રનો સાથ, સરકારે જાહેર કર્યું 40 હજાર કરોડનું ફંડ, જાણો ગુજરાતને કેટલું ફંડ મળ્યું

|

Oct 07, 2021 | 10:34 PM

જીએસટીની આવકમાં ઘટાડાને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 40 હજાર કરોડની લોન જાહેર કરી છે. અગાઉ 15 જુલાઈ, 2021ના ​​રોજ સરકારે 75 હજાર કરોડનું ભંડોળ બહાર પાડ્યું હતું.

સંકટના સમયમાં રાજ્યોને મળ્યો કેન્દ્રનો સાથ, સરકારે જાહેર કર્યું 40 હજાર કરોડનું ફંડ, જાણો ગુજરાતને કેટલું ફંડ મળ્યું
FM Nirmala Sitharaman

Follow us on

જીએસટી (GST)ની આવકમાં તંગીની ભરપાઈ માટે કેન્દ્રએ ગુરુવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 40,000 કરોડ રૂપિયા આપ્યા. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1.15 લાખ કરોડ રૂપિયા લોનના સ્વરૂપમાં બહાર પાડવામાં આવ્યા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સત્તાવાર કરવામાં આવેલી એક જાહેરાત મુજબ “નાણાં મંત્રાલયે જીએસટી વળતરની તંગીને પહોંચી વળવા માટે લોન સુવિધા હેઠળ રાજ્ય અને વિધાનસભાવાળા કેન્દ્રશાસિત પ્રદેશો માટે આજે 40,000 કરોડ રૂપિયા જાહેર કર્યા.

 

પ્રકાશિત કરાયેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉ 15 જુલાઈ, 2021ના ​​રોજ રાજ્યો અને વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો માટે 75,000 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી હતી. વર્તમાન રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં GST વળતર સામે લોન તરીકે બહાર પાડવામાં આવેલી કુલ રકમ વધીને 1.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ગુજરાત માટે  5 વર્ષ માટેના કાર્યકાળ માટે 1927.34 કરોડ અને 2 વર્ષના કાર્યકાળ માટે 1353.24 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કુલ 3280.58 કરોડનું કુલ ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે.  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ અંદાજિત તંગીના 72 ટકાથી વધારેની રકમ આપવામાં આવી છે અને બાકીની રકમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

કેન્દ્ર દર બે મહિને રાજ્યોને GST વળતર ચૂકવે છે. તે કુલ સેસ સંગ્રહમાંથી બહાર પાડવામાં આવે છે, જ્યારે તાજેતરની રકમ તેનાથી અલગ હોય છે. જીએસટી કાઉન્સિલની 43મી બેઠકમાં કેન્દ્રએ નિર્ણય કર્યો હતો કે નાણાકીય વર્ષ 2021-22 માટે તે 1.59 લાખ કરોડ રૂપિયાની લોન લેશે અને તેને રાજ્યોમાં વહેંચશે. અગાઉ નાણાંકીય વર્ષ 2020-21માં પણ સરકારે રાજ્યો માટે 1.10 લાખ કરોડનું ભંડોળ જાહેર કર્યું હતું.

 સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે

અહીં ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં (જીએસટી કલેક્શન) સરકારની કર આવક વધી છે. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડથી વધીને 1.17 લાખ કરોડ થયું છે. સરકારે જણાવ્યું હતું કે જીએસટી કલેક્શન ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની સરખામણીમાં 23 ટકા વધીને 1,17,010 લાખ કરોડ રૂપિયા થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની તુલનાએ સપ્ટેમ્બર 2021માં જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જીએસટી કલેક્શનમાં થઈ રહેલો સતત વધારો સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારો સંકેત છે.

 

ઓગસ્ટ 2021માં જીએસટી કલેક્શન 1,12,020 કરોડ હતું. જ્યારે ઓગસ્ટ 2020માં તે 86,449 કરોડ રૂપિયા હતું. જુલાઈ 2021માં 1.16 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે જુલાઈ -2020માં GST કલેક્શન 87,422 કરોડ રૂપિયા રહ્યું હતું. જૂન -2021માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે 92,849 કરોડ રૂપિયા રહ્યું હતું.

 

આ પણ વાંચો :  રેલયાત્રીઓ કોવિડ માર્ગદર્શિકા અંગે જાણી લો આ મહત્વની વાત, નહીં તો થશે 500 રૂપિયાનો દંડ

 

Next Article