સરકારે સ્પેશિયાલિટી સ્ટીલ માટે PLI સ્કીમની ગાઈડલાઈન્સ કરી નોટીફાઈ, 5.25 લાખ નવી નોકરીના સર્જનનું લક્ષ્ય

|

Oct 23, 2021 | 6:38 PM

સરકારે તાજેતરમાં સ્પેશિયાલિટી સ્ટીલ માટે પબ્લિક લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્પેશિયાલિટી સ્ટીલ માટેની PLI સ્કીમ તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી.

સરકારે સ્પેશિયાલિટી સ્ટીલ માટે PLI સ્કીમની ગાઈડલાઈન્સ કરી નોટીફાઈ, 5.25 લાખ નવી નોકરીના સર્જનનું લક્ષ્ય

Follow us on

સરકારે તાજેતરમાં સ્પેશિયાલિટી સ્ટીલ માટે પબ્લિક લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્પેશિયાલિટી સ્ટીલ માટેની PLI સ્કીમ તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી. 22 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય કેબિનેટે ભારતમાં વિશિષ્ટ સ્ટીલના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે 6,322 કરોડ રૂપિયાની PLI યોજનાને મંજૂરી આપી હતી. આનો ઉદેશ્ય આ સેક્ટરમાં આશરે 40,000 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ આકર્ષિત કરવાનું અને 5.25 લાખ નવી રોજગારીનું સર્જન કરવાનો હતો.

 

એક નિવેદનમાં સ્ટીલ મંત્રાલયે કહ્યું છે કે PLI યોજનાના અસરકારક સંચાલન અને અમલીકરણ માટે માર્ગદર્શિકા 20 ઓક્ટોબર 2021ના ​​રોજ મંત્રાલયની વેબસાઈટ પર સૂચિત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ માર્ગદર્શિકામાં યોજનાના સંચાલનને લગતી બાબતો જેમ કે તેની અરજી, પાત્રતા, પ્રોત્સાહનોનું વિતરણ અને અન્ય બાબતો પર સ્પષ્ટ માહિતી મળે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આમાં પાંચ કેટેગરીનો સમાવેશ થાય છે

PLI યોજનામાં સ્પેશિયાલિટી સ્ટીલની પાંચ કેટેગરીઓ કોટેડ/પ્લેટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ, હાઈ સ્ટ્રેન્થ/વીયર રેસિસ્ટેન્ટ સ્ટીલ, સ્પેશિયાલિટી રેલ્સ, એલોય સ્ટીલ પ્રોડક્ટ્સ, સ્ટીલ વાયર અને ઈલેક્ટ્રિક સ્ટીલનો સમાવેશ થયો છે. સ્ટીલ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જે કંપની આ યોજનાનો લાભ લેવા માંગે છે તેણે ભારતમાં કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવવી પડશે.

 

જોઈન્ટ વેન્ચર કંપનીઓ પણ સ્કીમ હેઠળ ઈન્સેન્ટિવ માટે અરજી કરી શકે છે. યોગ્ય કંપનીની પસંદગી માટે પારદર્શક પસંદગી પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. નિવેદન અનુસાર તે યોગ્ય કંપનીઓને પ્રાધાન્ય આપવામાં આવશે, જેઓ યોજનાની મુદત દરમિયાન તેમના રોકાણને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રાલયના નિવેદન અનુસાર એવી અપેક્ષા છે કે 2026-27ના અંત સુધીમાં ભારતમાં સ્પેશિયાલિટી સ્ટીલનું ઉત્પાદન 42 મિલિયન ટન સુધી પહોંચી જશે.

 

આ સુનિશ્ચિત કરશે કે દેશમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાના સ્પેશિયાલિટી સ્ટીલનું ઉત્પાદન અને વપરાશ થાય. જે અન્ય જગ્યાએથી આયાત કરવામાં આવ્યું હોત એ જ રીતે, સ્પેશિયાલિટી સ્ટીલની નિકાસ વર્તમાન 1.7 મિલિયન ટનની સામે 5.5 મિલિયન ટનની હશે.

 

સ્પેશિયાલિટી સ્ટીલ શું છે?

સ્પેશિયાલિટી સ્ટીલ વેલ્યુ એડેડ સ્ટીલ છે. જેમાં નોર્મલ ફિનિશ્ડ સ્ટીલ પર કોટિંગ, પ્લેટિંગ, હીટ ટ્રીટમેન્ટ વગેરે દ્વારા કામ કરવામાં આવશે. આનાથી તે વેલ્યુ એડેડ સ્ટીલમાં રૂપાંતરીત થાય છે, જેનો ઉપયોગ વિવિધ વ્યૂહાત્મક કાર્યક્રમો જેમ કે સંરક્ષણ, અવકાશ, પાવર ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્ર, સ્પેશિયલાઈઝ્ડ કેપિટલ ગુડ્સ વગેરેમાં કરવામાં આવે છે.

 

આ પણ વાંચો :  Drug Case : પોતાના આઉટફિટને લઇને ટ્રોલ થઇ અનન્યા પાંડે, સોશિયલ મીડિયા પર શેયર થયા ફની મીમ્સ

Next Article