SBI તરફથી PAN અપડેટ ન હોવાના કારણે ખાતું બંધ થવાનો મેસેજ તમને મળ્યો છે? જવાબ આપતા પહેલા વાંચો આ અહેવાલ નહીંતર પરસેવાની કમાણી ગુમાવશો

જો તમારું YONO એકાઉન્ટ કામ કરતું નથી તો પછી સીધા બેંક શાખા પર પહોંચો અને વધુ માહિતી મેળવો. છેતરપિંડીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો.

SBI તરફથી PAN અપડેટ ન હોવાના કારણે ખાતું બંધ થવાનો મેસેજ તમને મળ્યો છે? જવાબ આપતા પહેલા વાંચો આ અહેવાલ નહીંતર પરસેવાની કમાણી ગુમાવશો
State Bank Of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 8:14 AM

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ના ખાતાધારક છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ભેજાબાજ હવે સામાન્ય લોકોની મહેનતની કમાણી લૂંટવા માટે નવી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તેઓ SBIના નામે મેસેજ મોકલીને તમારી અંગત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનો ઉપયોગ તેઓ લોકોના બેંક ખાતા(Bank Account) સાફ કરવા માટે કરી રહ્યા છે.  અમે તમને છેતરપિંડી કરનારાઓની આ નવી રીત વિશે જણાવી રહ્યા છીએ જેથી કરીને તમે આવા મેસેજથી સાવચેત રહી શકો અને તમારા પૈસા બચાવી શકો.

આ યુક્તિ અપનાવી છેતરપિંડી કરાય છે

PIBની ફેક્ટ ચેક ટીમે તાજેતરમાં આવા જ એક મેસેજ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે તે બોગસ છે. આ મેસેજમાં છેતરપિંડી કરનારાઓએ ખાતાધારકોને તેમના YONO એકાઉન્ટને અપડેટ અથવા ફરીથી એક્ટિવ કરવા માટે PAN ની માહિતી પ્રદાન કરવા કહ્યું છે. પીઆઈબીએ કહ્યું છે કે આ ફેક મેસેજ છે. સ્ટેટ બેંકના ઘણા ખાતાધારકોને આવા મેસેજ મળી રહ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ખાતાધારકોનું YONO એકાઉન્ટ ડી-એક્ટિવેટ કરવામાં આવ્યું છે. જો તમે તેને ફરીથી એક્ટિવ કરવા માંગો છો, તો ફરી PAN ની વિગતો મોકલો. આ મેસેજ સાથે એક લિંક પણ મોકલવામાં આવી રહી છે.  હેકર્સ ખાતાધારકોને આ લિંક પર માહિતી મોકલવાનું કહી રહ્યા છે. જો તમે આ લિંક પર ક્લિક કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારા એકાઉન્ટ વિશેની મહત્વપૂર્ણ માહિતી હેકર સુધી પહોંચી જશે અને તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે.

છેતરપિંડીથી બચવા શું કરવું?

જો તમારું YONO એકાઉન્ટ કામ કરતું નથી તો પછી સીધા બેંક શાખા પર પહોંચો અને વધુ માહિતી મેળવો. છેતરપિંડીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો. જો કોઈ મૂંઝવણ હોય તો કોઈપણ સંકોચ વિના બેંકનો સંપર્ક કરો. જો તમને કોઈ બેંક અધિકારીના નામે ફોન આવ્યો હોય તો તેની સાથે તમારી કોઈપણ માહિતી શેર કરશો નહીં. બેંકો સ્પષ્ટપણે કહે છે કે બેંક ક્યારેય ગ્રાહકને ફોન કરીને તેની માહિતી માંગતી નથી. થોડી સાવધાની રાખવાથી તમે આ છેતરપિંડી કરનારાઓથી બચી શકો છો.

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">