સુંદર પિચાઈએ કરી મોટી જાહેરાત, 10 લાખ ભારતીય ગ્રામીણ મહિલા ઉદ્યમીઓની મદદ કરશે Google

|

Mar 08, 2021 | 11:09 PM

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે મોટી જાહેરાત કરતાં ભારતની 10 લાખ મહિલા ઉદ્યમીઓની મદદ કરવાનું વચન આપ્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ 2.5 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી છે.

સુંદર પિચાઈએ કરી મોટી જાહેરાત, 10 લાખ ભારતીય ગ્રામીણ મહિલા ઉદ્યમીઓની મદદ કરશે Google
Sundar Pichai (File Image)

Follow us on

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગૂગલે મોટી જાહેરાત કરતાં ભારતની 10 લાખ મહિલા ઉદ્યમીઓની મદદ કરવાનું વચન આપ્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ 2.5 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી છે. આ પૈસા ભારત અને દુનિયાભરમાં નોન-પ્રોફિટ અને સોશિયલ એન્ટરપ્રાઈઝને અનુદાનમાં આપવામાં આવશે. પિચાઈએ કહ્યું કે ભારતના ગામડાની 10 લાખ મહિલાઓને ગૂગલ ઈન્ટરનેટ સાથી પ્રોગ્રામમાં બિઝનેસ ટ્યૂટોરિયલ, ટૂલ્સ અને મેમ્બરશિપના માધ્યમથી મદદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતીય મૂળના સુંદર પિચાઈ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ છે.

 

તેની સાથે જ ગૂગલે ‘વિમેન વિલ’ વેબ પ્લેટફોર્મને પણ લોન્ચ કર્યુ, જે ગ્રામીણ મહિલા ઉદ્યમીઓને કોમ્યુનિટી સપોર્ટ, મેન્ટરશિપ અને એક્સેલેરેટર પ્રોગ્રામમાં મદદ કરશે. આ અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં છે. પિચાઈ મુજબ આ ખાસ રીતે તે મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે Entrepreneurship કરવા ઈચ્છે છે. ગૂગલે તેને વર્ચ્યુઅલ ગૂગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ લોન્ચ કર્યુ. તેના માટે ગૂગલ 2000 ઈન્ટરનેટ સાથીઓની સાથે કામ કરશે. જેનાથી મહિલા ઉદ્યમી આ વિસ્તારમાં શરૂઆત કરી શકે. સાથે જ આ દરમિયાન તે પણ કહેવામાં આવ્યું કે ગૂગલ ઓઆરજી ખેતરોમાં કામ કરનારી 1 લાખ મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા માટે નેસકોમ ફાઉન્ડેશનને પણ 5 લાખ અમેરિકી ડોલરની સહાયતા કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ઈન્ટરનેટ સાથી પ્રોજેક્ટ વિશે જણાવતા પિચાઈએ કહ્યું કે તેનાથી જેન્ડર ડિવિજન ખત્મ થયું છે. આ કાર્યક્રમ ભારતના 3 લાખ ગામમાં મહિલાઓને ડિજિટલ સાક્ષરતા પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યો હતો. પોતાની 6 વર્ષની યાત્રામાં ટાટા ટ્રસ્ટના આ સંયુક્ત પ્રયાસનો ગ્રામીણ ભારતની 3 કરોડથી વધારે મહિલાઓ પર પ્રભાવ પડ્યો છે. પિચાઈએ કહ્યું ટેક્નોલોજીનો ઉપયોગ તે ના માત્ર પોતાનું પણ બીજાનું જીવન સારૂ કરવા માટે કરી શકશે.

 

આ પણ વાંચો: Gir Somnath: સિંહ પજવણીના કેસમાં કોર્ટે 7માંથી 6 આરોપીઓને સજા ફટકારી

Next Article