GOOD NEWS! હવે માત્ર 19 રૂપિયામાં એક મહિના માટે એક્ટિવ થશે સિમ કાર્ડ, આ કંપનીએ નવો પ્લાન કર્યો લૉન્ચ

|

Jun 24, 2022 | 10:37 PM

તમે વાર્ષિક માત્ર રૂ. 228 ખર્ચીને તમારું સિમ એક્ટિવ રાખી શકો છો. એટલે કે તમારે એક મહિનામાં માત્ર 19 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું છે. આનાથી સસ્તો પ્લાન હાલમાં ઉપલબ્ધ નથી.

GOOD NEWS! હવે માત્ર 19 રૂપિયામાં એક મહિના માટે એક્ટિવ થશે સિમ કાર્ડ, આ કંપનીએ નવો પ્લાન કર્યો લૉન્ચ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

મોંઘવારી સતત વધી રહી છે અને ગયા વર્ષે ટેલિકોમ કંપનીઓએ પ્લાનને મોંઘા કર્યા હતા. આ પછી સિમ એક્ટિવ રાખવું પણ મોંઘુ થઈ ગયું. પરંતુ, હવે માત્ર 19 રૂપિયા પ્રતિ માસના રિચાર્જ પર જ મોબાઈલ નંબર એક્ટિવ રાખી શકાશે.આ અંગે BSNLએ 19 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન સાથે સિમને 30 દિવસ સુધી એક્ટિવ રાખી શકાય છે. જ્યારે સિમ એક્ટિવ રેન્જ ધરાવતા Jio, Airtel અને Vodafone Idea સાથેનો સૌથી સસ્તો પ્લાન 50 રૂપિયાથી 120 રૂપિયા સુધી શરૂ થાય છે.

જો કે આ પ્લાન 4G નેટવર્ક કનેક્ટિવિટી સાથે આવે છે. જ્યારે બીએસએનએલ 3G કનેક્ટિવિટી આપે છે. અહેવાલો અનુસાર BSNLનું 4G નેટવર્ક ભારતમાં 15 ઓગસ્ટે લોન્ચ થશે. પરંતુ, જો તમે માત્ર નંબરને એક્ટિવ રાખવા માંગો છો તો 19 રૂપિયાનો રિચાર્જ પ્લાન શ્રેષ્ઠ છે. અમે તમને બીએસએનએલના 19 રૂપિયાના પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. BSNLના આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. કંપનીએ આ પ્લાનને VoiceRateCutter_19 નામ આપ્યું છે. આ રિચાર્જ સાથે ઑન-નેટ અને ઑફ-નેટ કૉલ દર 20 પૈસા પ્રતિ મિનિટ થઈ જાય છે.

91 મોબાઈલે આ અંગે જાણ કરી છે. BSNLના આ પ્લાન સાથે જો યુઝર પાસે કોઈ ડેટા પ્લાન કે બેલેન્સ ન હોય તો પણ તેનો નંબર એક્ટિવ રહેશે. આ સાથે તેમને તમામ સેવા અને ઈનકમિંગ કોલની સુવિધા મળતી રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો આ પ્લાનની ગણતરી કરવામાં આવે તો આ પ્લાનમાંથી તમારે એક વર્ષ માટે માત્ર 19 x 12 = 228 રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે માત્ર 228 રૂપિયામાં તમારું BSNL સિમ આખા વર્ષ માટે એક્ટિવ રહેશે. આ પ્લાન BSNLની વેબસાઈટ પર વોઈસ વાઉચર પ્લાનમાં સૂચિબદ્ધ છે.

ઉપરાંત BSNLએ તેના એન્યુઅલ રિચાર્જ પેકની વેલિડિટી વધારી નાખી છે. કંપનીનો 2,399 રૂપિયાવાળો પ્લાન પહેલા 365 દિવસની વેલિડિટી ઓફર કરતો હતો, તો હવે તેની વેલિડિટીને 60 દિવસ વધારવામાં આવી છે.અપડેટ બાદ કંપનીએ તેના વાર્ષિક 2,399 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસથી વધારીને 425 દિવસની કરી નાખી છે. ખાસ વાત એ છે કે તેમાં અનલિમિટેડ કૉલિંગ બેનિફિટ પણ મળે છે. સાથે જ તેમાં 100 SMS પણ મળે છે. બીએસએનએલના આ 2,399 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને ડેઇલી 2GB ડેટા આપવામાં આવે છે.

Next Article