AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે મહિલાઓ જોબ કરે છે તેમના માટે સારા સમાચાર, આ સરકારી બેંકે શરૂ કર્યું નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ, વર્કિંગ વુમનને મળશે અનેક લાભ

નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ એ માત્ર નિયમિત એકાઉન્ટ નથી. તે એક ફાઈનાન્સિયલ ટૂલ છે જે કામ કરતી મહિલાઓને આવકના સ્વતંત્ર સ્ત્રોત સાથે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તે મહિલાને આત્મનિર્ભર બનવા અને નાણાકીય સ્વતંત્રતાની તક પૂરી પાડે છે.

જે મહિલાઓ જોબ કરે છે તેમના માટે સારા સમાચાર, આ સરકારી બેંકે શરૂ કર્યું નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ, વર્કિંગ વુમનને મળશે અનેક લાભ
Savings Account
| Updated on: Dec 12, 2023 | 12:57 PM
Share

બેંક ઓફ ઈન્ડિયાએ નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ શરૂ કર્યું છે. આ સેવિંગ એકાઉન્ટ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યું છે. આ સેવિંગ એકાઉન્ટમાં મહિલાઓને ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં સસ્તામાં હેલ્થ વીમો, લોકરની સુવિધા, ફ્રી ક્રેડિટ કાર્ડ, લોન પર પ્રોસેસિંગ ફી માફ વગેરે. આ સાથે જે મહિલાઓને વ્યક્તિગત અકસ્માત વીમો પણ મળે છે. આવો જાણીએ કે અન્ય કયા લાભ મળે છે.

નારી શક્તિ સેવિંગ એકાઉન્ટના લાભ

આકસ્મિક વીમો : આ સેવિંગ એકાઉન્ટ સાથે મહિલાઓને 1 કરોડ રૂપિયા સુધીનું વ્યક્તિગત અકસ્માત વીમા કવર મળે છે.

આરોગ્ય વીમો : નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ ધરાવતી મહિલાઓ સ્વાસ્થ્ય વીમા અને વેલનેસ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

લોકર સુવિધા : ગોલ્ડ અને ડાયમંડ સેવિંગ્સ બેંકના એકાઉન્ટ ધારકોનો લોકર સુવિધાઓ પર છૂટ મળશે.

પ્લેટિનમ SB એકાઉન્ટ ધારકોને મફત સુવિધાઓ : પ્લેટિનમ સ્ટેટસ એકાઉન્ટ ધારકોને ઘણી ફ્રી સુવિધાઓ મળશે.

લોન પર ઓછો વ્યાજ દર : નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ ધરાવતી મહિલાઓને રિટેલ લોન પર ઓછા વ્યાજ દર પર મળશે.

લોન પર પ્રોસેસિંગ ફીમાં રાહત : મહિલા ખાતાધારકોને રિટેલ લોન પર કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં.

ફ્રી ક્રેડિટ કાર્ડની સુવિધા : નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ ધરાવતી મહિલાઓ ક્રેડિટ કાર્ડ ફ્રીમાં આપવામાં આવશે.

POS પર વધારે લિમિટ : ખાતા ધારક મહિલાઓને POS ટ્રાન્સેક્શન પર 5 લાખ રૂપિયા સુધીની લિમિટનો લાભ મળશે.

મહિલાને આત્મનિર્ભર બનવા અને નાણાકીય સ્વતંત્રતાની તક

નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ એ માત્ર નિયમિત એકાઉન્ટ નથી. તે એક ફાઈનાન્સિયલ ટૂલ છે જે કામ કરતી મહિલાઓને આવકના સ્વતંત્ર સ્ત્રોત સાથે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તે મહિલાને આત્મનિર્ભર બનવા અને નાણાકીય સ્વતંત્રતાની તક પૂરી પાડે છે.

આ પણ વાંચો : તમે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરમાં કરી શકો છો રોકાણ, જાણો શું છે શેરનો ભાવ અને કેવી રીતે કરવી ખરીદી

જો તમે નારી શક્તિ સેવિંગ એકાઉન્ટ ખોલવા માંગો છો, તો તમે બેંક ઓફ ઈન્ડિયાની 5132 સ્થાનિક શાખાઓમાંથી કોઈપણ બ્રાન્ચમાં જઈ શકો છો. અહીં ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ એકાઉન્ટ ખોલી શકાય છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">