હોળીના તહેવારમાં વતન જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, રેલવે 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

|

Mar 23, 2021 | 7:28 AM

ભારતીય રેલ્વે(Indian Railways) એ હોળી માટે 100 થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન(Festival Special Trains) ચલાવવાની જાહેરાત કરી છે.

હોળીના તહેવારમાં વતન જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, રેલવે 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
સાંકેતિક ફોટો

Follow us on

ભારતીય રેલ્વે(Indian Railways) એ હોળી માટે 100 થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન(Festival Special Trains) ચલાવવાની જાહેરાત કરી છે. 100 પૈકી સૌથી વધુ 54 ટ્રેન ઉત્તર રેલ્વે(Northern Railway) ચલાવશે. આ ટ્રેન 10 એપ્રિલ 2021 સુધી ચલાવવામાં આવશે. હોળીના તહેવાર(Holi Festival) દરમ્યન હાલમાં ચાલી રહેલી ટ્રેનોને ભીડ થતી અટકાવવા માટે જાહેરાત કરવામાં આવી છે જેથી કોરોના વાયરસને ફેલાતા અટકાવી શકાય. આ સાથે ભારતીય રેલ્વેએ ટ્રેનની મુસાફરી માટે ઘણા કડક નિયમો બનાવ્યા છે જે લોકો તેનું પાલન નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સામાન્ય ટ્રેનો કરતાં વધુ ભાડુ ચૂકવવું પડશે
રેલ્વેએ જણાવ્યું હતું કે હોળીના તહેવાર પર ચાલતી કેટલીક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ હાલ દોડી રહી છે. અસલમાં દિવાળી દરમ્યાન દોડતી કેટલીક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વધારે માંગને કારણે બંધ થઈ નહોતી. આ ટ્રેનો હજી દોડી રહી છે. ઉત્તર રેલ્વે હજી પણ આવી 36 ટ્રેનો ચલાવી રહી છે. ખાસ વાત એ છે કે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોને 30 ટકા વધુ ભાડું ચૂકવવું પડે છે. આ આદેશ વર્ષ 2015 માં જારી કરવામાં આવ્યો હતો જે મુજબ ખાસ ટ્રેનોમાં સામાન્ય ટ્રેનો કરતા 30 ટકા વધારે ભાડુ ચૂકવવું પડે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

10 એપ્રિલ સુધીમાં તમામ ટ્રેનો પાટા પર દોડાવવાની યોજના
રેલ્વે તેમની મોટાભાગની જૂની ટ્રેનોને 10 એપ્રિલ સુધીમાં પાટા પર લાવવાની યોજના પર કામ કરી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરોને ટૂંક સમયમાં રેલ્વેથી મોટી રાહત મળે તેવી અપેક્ષા છે. જોકે હાલમાં તમામ ટ્રેનો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (NDMA) હેઠળ ચલાવવામાં આવશે. આવી સ્થિતિમાં મુસાફરોની ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોરોના વાયરસથી બચવા સંબંધિત તમામ સૂચનો અને સાવચેતીઓનું પાલન કરવું પડશે. હાલમાં, રેલ્વેની લગભગ 1,100 મેઇલ એક્સપ્રેસ ટ્રેનો વિશેષ ટ્રેનો તરીકે ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વેએ પણ અમદાવાદ વિભાગના ધ્રાંગધ્રા-સખીિયાળી વિભાગ પર ઇન્ટર-લોકીંગ કામ ન થતાં પશ્ચિમ રેલ્વેથી નીકળવા અથવા ટર્મિનલ થનાર કેટલીક લાંબી અંતરની ટ્રેનોને રદ અથવા ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે.

Next Article