HDFC બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર : કોઈપણ ચાર્જ કાપ્યા વગર ખાતામાં મળશે પૂરા પૈસા, વાંચો વિગતવાર

|

Jun 25, 2022 | 7:32 AM

બેંકના રેમિટન્સ ચાર્જ વિશે વાત કરીએ તો, તેમાં આઉટવર્ડ (વિદેશ મોકલવું) અને ઇનવર્ડ બંનેનો સમાવેશ થાય છે. 500 ડોલર અથવા તેથી વધુ મોકલવા માટે 500 રૂપિયાનું કમિશન લેવામાં આવે છે.

HDFC બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર : કોઈપણ ચાર્જ કાપ્યા વગર ખાતામાં મળશે પૂરા પૈસા, વાંચો વિગતવાર
Symbolic Image

Follow us on

એચડીએસફસી બેંકે(HDFC Bank) તેના વેપાર અને રિટેલ ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સેવાનું નામ ‘ફુલ વેલ્યુ આઉટવર્ડ રેમિટન્સ’ (Full Value Outward Remittance) છે. આ સર્વિસમાં યુએસ ડૉલર, યુરો અને પાઉન્ડ સ્ટર્લિંગના એક્સચેન્જ પર બેંક દ્વારા કોઈ ચાર્જ કાપવામાં આવશે નહીં. જો કે આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે ગ્રાહક વિદેશમાં પૈસા મોકલે છે. બેંક ચાર્જ પર રિબેટની આ નવી સેવા આઉટવર્ડ રેમિટન્સ માટે છે. જો વિદેશમાં કોઈ વ્યક્તિને ડોલર, યુરો કે પાઉન્ડમાં પૈસા મોકલવામાં આવે છે, તો HDFC બેંક તેના પરનો કોઈપણ ચાર્જ કાપશે નહીં. તેને ફોરેન બેંક ચાર્જ કહેવામાં આવે છે. આ સેવાથી એવા લોકોને ફાયદો થશે કે જેઓ અમેરિકન શેરોમાં અથવા કોઈપણ વિદેશી સ્ટોકમાં રોકાણ કરે છે.

અમેરિકન સ્ટોક ખરીદતા પહેલા રોકાણકારે તેના રૂપિયામાંથી ડોલર ખરીદવાના હોય છે. આ ખરીદી રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલી લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) માં નિર્ધારિત મર્યાદા અનુસાર કરવામાં આવે છે. હાલના LRS નિયમો મુજબ, સગીર સહિત ભારતનો નાગરિક નાણાકીય વર્ષમાં 2.5 લાખ ડોલર મોકલી શકે છે. ડૉલરના વર્તમાન દર પર નજર કરીએ તો 78 રૂપિયાના હિસાબે આ રકમ 1.95 કરોડ રૂપિયા થાય છે. એટલે કે 1.95 કરોડ રૂપિયા જેટલી રકમ વિદેશમાં મોકલી શકાય છે.

ટ્રેડ કસ્ટમરને ફાયદો

HDFC બેંકે વેપાર સંબંધિત વ્યવહારો માટે સંપૂર્ણ મૂલ્યના રેમિટન્સની સુવિધા પણ શરૂ કરી છે. બેંક ડોલરની સાથે વિદેશમાં પાઉન્ડ અને યુરો મોકલવા માટે કોઈ ચાર્જ કાપશે નહીં. બેંકનું બચત ખાતું અને ચાલુ ખાતા ધારકો આ સુવિધાનો લાભ લઈ શકશે અને વેપાર અને છૂટક રેમિટન્સ પરના બેંક ચાર્જમાં માફી મેળવી શકશે. એચડીએફસી બેંકનું કહેવું છે કે રિટેલ અને ટ્રેડ ગ્રાહકોને આ સુવિધાની ખૂબ જ જરૂર હતી. જેને ધ્યાનમાં રાખીને બેંકે રેમિટન્સમાં ગ્રાહકોની સુવિધામાં વધારો કર્યો છે. બેંકનું કહેવું છે કે આ પહેલ વેપાર માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થશે.

Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર

હાલ નિયમો શું છે?

બેંકના રેમિટન્સ ચાર્જ વિશે વાત કરીએ તો, તેમાં આઉટવર્ડ (વિદેશ મોકલવું) અને ઇનવર્ડ બંનેનો સમાવેશ થાય છે. 500 ડોલર અથવા તેથી વધુ મોકલવા માટે 500 રૂપિયાનું કમિશન લેવામાં આવે છે. 500 ડોલરથી વધુ મોકલવા પર 1000 રૂપિયા કમિશન લેવામાં આવે છે. જો કે, ઇનવર્ડ રેમિટન્સ માટે કોઈ ચાર્જ નથી. FCY રોકડ વેચાણ માટે કોઈ ચાર્જ નથી.

આ ઉપરાંત, તમામ વિદેશી વિનિમય વ્યવહારો પર GST કાપવામાં આવે છે જે ઉપરોક્ત ચાર્જીસ ઉપરાંત છે. 1 લાખ રૂપિયા સુધીના કરન્સી એક્સચેન્જ પર 0.18 ટકા GST અને લઘુત્તમ રૂપિયા 45 અને વધુમાં વધુ રૂપિયા 180 GST વસૂલવામાં આવે છે. રૂ. 1 લાખ અને રૂ. 10 લાખ વચ્ચેના ચલણ વિનિમય પર રૂ. 180 વત્તા 0.09 ટકા જીએસટી, લઘુત્તમ રૂ. 180 અને મહત્તમ રૂ. ૯૯૦ હોઈ શકે છે.

Next Article