સોનાની દાણચોરી અટકાવવા સરકાર સોનું સસ્તું કરી શકે છે, રોકાણકારોને કેટલો થશે લાભ, જાણો વિગતવાર

જો તમે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કોઈપણ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાતના ડેટા પર નજર નાખો તો 2014-15માં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી આ દરમિયાન 339.3 ટન સોનાની આયાત કરવામાં આવી હતી

સોનાની દાણચોરી અટકાવવા સરકાર સોનું  સસ્તું કરી શકે છે, રોકાણકારોને કેટલો થશે લાભ, જાણો વિગતવાર
How much gold can you keep at home?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 8:48 AM

Gold Import Duty : સોનાના રોકાણકારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાણિજ્ય મંત્રાલયે સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.ઉદ્યોગના મતે ડ્યુટીમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં ઘટાડો થશે. એક જ ઝાટકે સોનાની કિંમતમાં 3.5 ટકાનો ઘટાડો થશે. જો સરકાર વાણિજ્ય મંત્રાલયની ભલામણોને સ્વીકારે છે તો તેની સીધી અસર સોનાની દાણચોરીમાં ઘટાડો થવાના સ્વરૂપમાં જોવા મળશે.

ડ્યુટી કેટલી છે? સરકારે અગાઉ બજેટમાં સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. ઈમ્પોર્ટ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી છે. તે જ સમયે હવે તેને 7.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની તૈયારી છે.

ડ્યૂટી ઘટવાથી સોનું કેટલું સસ્તું થશે નિષ્ણાતોના મતે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે સોનું અને ચાંદી સસ્તું થશે. એક જ ઝાટકે સોનાની કિંમતમાં 3.5 ટકાનો ઘટાડો થશે. તે જ સમયે આમ કરવાથી રોકાણકારોની ભાગીદારી પણ ટ્રેડિંગમાં વધશે. સાથે જ આ ક્ષેત્રમાં સંગઠિત વ્યવસાયને પ્રોત્સાહન આપવામાં આવશે. તેનાથી દાણચોરી રોકવામાં પણ મદદ મળશે. તેમનું કહેવું છે કે સરકારનું આ પગલું બુલિયન ઉદ્યોગ અને રોકાણકારો માટે વધુ સારું સાબિત થશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે તહેવારો અને લગ્નોના કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં સોનાની માંગમાં જોરદાર વધારો થયો છે. એટલા માટે નિષ્ણાતો માને છે કે સોનાની માંગ 10 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.

તમને જણાવી દઈએ કે દેશમાં વપરાશમાં લેવાયેલું મોટા ભાગનું સોનું વિદેશમાંથી ખરીદવામાં આવે છે, જો તમે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કોઈપણ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાતના ડેટા પર નજર નાખો તો 2014-15માં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી આ દરમિયાન 339.3 ટન સોનાની આયાત કરવામાં આવી હતી હવે WGCનું માનવું છે કે આ વખતે 10 વર્ષનો રેકોર્ડ તૂટી જશે એટલે કે આયાતનો આંકડો પણ વધશે.

WGC CEO (ભારત) સોમસુંદરમ PR કહે છે કે વિશ્વના બીજા સૌથી મોટા બજાર ભારતમાં પીળી ધાતુની માંગ મોટાભાગે બુલિયન અને અશુદ્ધ સોનાની આયાત પર આધારિત છે. વર્તમાન બજારના સંકેતોને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2022 માં સોનાની આયાત આ વર્ષ કરતાં વધુ મજબૂત રહેશે. તેનું મુખ્ય કારણ અર્થતંત્રમાં જ્વેલરીની માંગમાં ઝડપી વધારો છે.

આ પણ વાંચો : ATM મશીનમાં કાર્ડ ફસાઈ જાય તો શું કરવું? કાર્ડ કેવી રીતે પાછું મેળવશો, જાણો વિગતવાર

આ પણ વાંચો : SBI એ આપી ચેતવણી : દેશની સૌથી મોટી બેંકની આ સલાહ તમે પણ ગંભીરતાથી નથી લીધી તો પડી શકો છો મુશ્કેલીમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">