Gold Price Today : આજે 10 ગ્રામ સોનાનો ભાવ શું છે?આ રીતે મિસ્ડ કોલ દ્વારા જાણો સોનાનો રેટ

|

Jul 20, 2022 | 10:50 AM

આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારમાં બુલિયન તરફ રોકાણકારોનો રસ ઘટ્યો છે જેની અસર તેના ભાવ પર પણ પડી રહી છે. આજે સ્થાનિક બજારમાં સોનું (Gold Price Today) ઘટાડા સાથે ખુલ્યું હતું.

Gold Price Today : આજે 10 ગ્રામ સોનાનો ભાવ શું છે?આ રીતે મિસ્ડ કોલ દ્વારા જાણો સોનાનો રેટ
Symbolic Image

Follow us on

આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારમાં બુલિયન તરફ રોકાણકારોનો રસ ઘટ્યો છે જેની અસર તેના ભાવ પર પણ પડી રહી છે. આજે સ્થાનિક બજારમાં સોનું (Gold Price Today) ઘટાડા સાથે ખુલ્યું પરંતુ શરૂઆતના એક કલાકના કારોબારમાં તેમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ડૉલરની નબળાઈને કારણે સોનું અત્યારે લીલા નિશાનમાં છે. MCX પર ઓગસ્ટમાં ડિલિવરી માટે સવારે 10.25 વાગ્યે સોનું રૂ. 31 વધીને રૂ. 50351 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ઓક્ટોબર ડિલિવરી માટે સોનું  રૂ. 33ના વધારા સાથે રૂ. 50580 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1710 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું.

ચાંદીની વાત કરીએ તો તે MCX પર તેજી સાથે ખુલ્યું હતું અને તે શરૂઆતના ટ્રેડિંગમાં વેગ પકડવાનું ચાલુ રાખ્યું  છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 90 વધી રૂ. 55817 પ્રતિ કિલો અને ડિસેમ્બર ડિલિવરી ચાંદી રૂ. 83 વધી રૂ. 56830 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી અત્યારે 18.72 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે.

યુરોપિયન સેન્ટ્રલ બેંકની 21 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક છે. એવું માનવામાં આવે છે કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવશે. જો આમ થશે તો બે દાયકામાં પ્રથમ વખત વ્યાજ દર વધશે. જેના કારણે ડોલર પર દબાણ જોવા મળી રહ્યું છે. ડૉલર ઇન્ડેક્સ હાલમાં 106.40ના સ્તરે છે જે ગયા સપ્તાહે 109ને પાર કરી ગયો હતો. આ ઈન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ કે નબળાઈ દર્શાવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52211
Rajkot 52230
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 50920
Mumbai 50620
Delhi 50620
Kolkata 50620
(Source : goodreturns)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

Published On - 10:50 am, Wed, 20 July 22

Next Article