AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : આજે સોનું સસ્તી કિંમતે મળી રહ્યું છે, જાણો તમારા શહેરમાં 10 ગ્રામ સોનાની કિંમત શું છે

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું અને ચાંદી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં સોમવારે સોનાની હાજર કિંમત 0.56 ટકા ઘટીને $1,787.25 પ્રતિ ઔંસ થઈ હતી. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે.

Gold Price Today : આજે સોનું સસ્તી કિંમતે મળી રહ્યું છે, જાણો તમારા શહેરમાં 10 ગ્રામ સોનાની કિંમત શું છે
Fall in gold and silver prices
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 12:10 PM
Share

આંતરરાષ્ટ્રીય અને ભારતીય વાયદા બજારમાં આજે સોમવાર 12મી ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવ લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત શરૂઆતના કારોબારમાં 0.3 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. તે જ સમયે, વાયદા બજારમાં આજે ચાંદી 0.4 ટકા ઘટી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં 0.45 ટકા અને ચાંદીના ભાવમાં 1.59 ટકાનો વધારો થયો હતો. આજે સોમવારે વાયદા બજારમાં સવારે 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 54,109 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યુંહતું, જે ગઈકાલના બંધ ભાવથી રૂ. 170 ઘટીને આજે સોનાનો ભાવ રૂ.54,109 પર ખુલ્યો હતો. એક સમયે કિંમત 54,174 રૂપિયા થઈ ગઈ પરંતુ, તે ટૂંક સમયમાં ઘટીને રૂ. 54,125 પર આવી ગયો હતો. શુક્રવારે સોનાનો ભાવ રૂ.244ના વધારા સાથે રૂ.54,295 પર બંધ થયો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત ગઈકાલના બંધ ભાવથી રૂ. 277 ઘટીને રૂ. 67,761 પર ટ્રેડ કરી રહી હતી. ચાંદીનો ભાવ આજે રૂ. 67,490 પર ખુલ્યો હતો. ખુલ્યા પછી તેની કિંમત 67,805 રૂપિયા થઈ પરંતુ, થોડા સમય પછી તે ઘટીને 67,761 રૂપિયા થઈ ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીના વાયદાના ભાવ રૂ. 1,069ના ઉછાળા સાથે રૂ. 68,103 પર બંધ થયા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું અને ચાંદી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં સોમવારે સોનાની હાજર કિંમત 0.56 ટકા ઘટીને $1,787.25 પ્રતિ ઔંસ થઈ હતી. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 0.85 ટકા ઘટીને 23.28 ડોલર પ્રતિ ઔંસ થયો છે. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 1.56 ટકાનો વધારો થયો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 30 દિવસમાં 7.06 ટકાનો વધારો થયો છે.

ગત સપ્તાહે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી હતી

ગયા સપ્તાહે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, છેલ્લા બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં (5 થી 9 ડિસેમ્બર) એટલે કે 5 ડિસેમ્બરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 53,854 હતો, જે વધીને 53,937 રૂપિયા પ્રતિ 10 થયો હતો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   54105.00  -190.00 (-0.35%)  – સવારે  11: 56 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 55580
Rajkot 55599
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 55040
Mumbai 54330
Delhi 54490
Kolkata 54330
(Source : goodreturns)

g clip-path="url(#clip0_868_265)">