Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, જાણો આજનો 10 ગ્રામનો ભાવ

|

Sep 05, 2022 | 10:01 AM

આજે સવારે MCX પર લીલા નિશાનમાં ખુલ્યા બાદ સોનું 50,471 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ઉપલા સ્તરે ટ્રેડ થયું હતું. સવારે 9.45 એ સોનામાં 89 રૂપિયા અથવા 0.16 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, જાણો આજનો 10 ગ્રામનો ભાવ
Symbolic Image

Follow us on

આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ સોમવારે સોના અને ચાંદીના ભાવ(Gold Price Today)માં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સવારે MCX પર લીલા નિશાનમાં ખુલ્યા બાદ સોનું 50,471 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ઉપલા સ્તરે ટ્રેડ થયું હતું. સવારે 9.45 એ સોનામાં 89 રૂપિયા અથવા 0.16 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહે સોનામાં ઘટાડા બાદ આ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ છે. તે જ સમયે ચાંદીની કિંમત રૂ. 198 (0.37%) વધીને રૂ. 53,220 પ્રતિ કિલોગ્રામ થઈ રહી છે.ગત સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA ની વેબસાઈટ અનુસાર ગત ટ્રેડિંગ સપ્તાહની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો ભાવ 51,265 હતો જે શુક્રવાર સુધી ઘટીને 50,584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 54,316 રૂપિયાથી ઘટીને 52,472 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   50457.00  +89.00 (0.18%)  –  09:40 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52339
Rajkot 52359
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51510
Mumbai 50890
Delhi 51050
Kolkata 50890
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 44778
USA 43896
Australia 43898
China 43899
(Source : goldpriceindia)

 

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

દિવાળી સુધીમાં સોનાની કિંમત 46,000 સુધી ઘટવાનું અનુમાન

એક મીડિયા રિપોર્ટ અનુસાર ઓરિગો ઇ મંડીના કોમોડિટી રિસર્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરુણ તતસંગીનું કહેવું છે કે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 46,000 રૂપિયા સુધી લપસી શકે છે. આ પાછળનું કારણ આપતા તરુણ કહે છે કે અત્યારે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં એવું કોઈ પરિબળ દેખાતું નથી જે સોનાના ભાવને ટેકો આપે. અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો પરંતુ હવે આ તણાવની અસર પણ દૂર થઈ ગઈ છે.

Next Article