Gold Price Today : સોનાના ભાવમાં તેજી વચ્ચે રોકાણ કરવું જોઈએ કે આ પ્રોફિટ બુકિંગની ઉજ્જવળ તક છે ? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય

|

Feb 07, 2023 | 10:39 AM

Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું 1886 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 22.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ સમયે બંનેમાં સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. એ જ રીતે MCX પર સોનાની કિંમત 366 રૂપિયા મજબૂત થઈને 56951 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 147 રૂપિયા ઘટીને 67429 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

Gold Price Today : સોનાના ભાવમાં તેજી વચ્ચે રોકાણ કરવું જોઈએ કે આ પ્રોફિટ બુકિંગની ઉજ્જવળ તક છે ? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય
Gold Price Today

Follow us on

આજે ઈન્ટરનેશનલ કોમોડિટી માર્કેટમાં સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. આ કારણે ડૉલર ઇન્ડેક્સમાં મજબૂત વધારો છે જે એક મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ડૉલર ઇન્ડેક્સ 103.5 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવમાં સપાટ વેપાર જોવા મળી રહ્યો છે.  જો તમે કોમોડિટી માર્કેટમાં મોટી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો નિષ્ણાતો તમને આમાં મદદ કરશે. કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાએ રોકાણકારો માટે આજની સ્ટ્રેટેજી આપી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું 1886 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 22.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ સમયે બંનેમાં સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. એ જ રીતે MCX પર સોનાની કિંમત 366 રૂપિયા મજબૂત થઈને 56951 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 147 રૂપિયા ઘટીને 67429 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના મતે બંને મેટલ્સમાં વેચવાલીનો વ્યૂહ અપનાવવો જોઈએ.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   57110.00   +155.00 (0.27%)   – સવારે 10: 32 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 59286
Rajkot 59306
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 58620
Mumbai 57550
Delhi 57700
Kolkata 57550
(Source : goodreturns)

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ  દ્વારા  પણ સોનુ ખરીદી શકાય

SGBs એ સરકારી સિક્યોરિટીઝ છે જે 10 ગ્રામ સોનામાં દર્શાવવામાં આવે છે. ફિઝિકલ રાખવા સિવાય આ બીજો વિકલ્પ છે. રોકાણકારોએ ઇશ્યૂની કિંમત રોકડમાં ચૂકવવાની હોય છે અને મેચ્યોરિટી પર બોન્ડને રોકડમાં રિડીમ કરવામાં આવે છે. આ બોન્ડ ભારત સરકાર વતી રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવે છે.

શું સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું સારું માનવામાં આવે છે?

SGBને સોનાની ગુણવત્તા, સલામતી, વ્યાજની ચુકવણી અને પાકતી મુદતના સમયે સોનાના પ્રવર્તમાન ભાવો પર રોકાણના વળતરના સંદર્ભમાં ભારત સરકારની સાર્વભૌમ ગેરંટીનું સમર્થન છે. તેથી, SGB માં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોમોડિટી માર્કેટ  કોપર, ઝિંક અને એલ્યુમિનિયમના ભાવ પણ મહિનાના સૌથી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય એગ્રી કોમોડિટીઝમાં મિશ્ર કાર્યવાહી જોવા મળી હતી.

આ રીતે સોનાની શુદ્ધતા તપાસો

સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જરૂરી છે. સોનાના ઘરેણા હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. આનું કારણ એ છે કે હોલમાર્ક એ સોના માટેની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને વિનિયમો દ્વારા સંચાલિત થાય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે. જોકે મોટાભાગે સોનું 22 કેરેટમાં જ વેચાય છે. કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ હોતું નથી.  કેરેટ જેટલું ઊંચું તેટલું વધુ શુદ્ધ સોનું કહેવાય છે.

Published On - 10:37 am, Tue, 7 February 23

Next Article