Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ રેટ

|

Sep 23, 2022 | 10:47 AM

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનાના હાજર ભાવમાં આજે 0.30 ટકાનો વધારો થયો છે જ્યારે ચાંદીમાં 0.51 ટકાનો વધારો થયો છે. શુક્રવારે સોનાની કિંમત $1,671.53 પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ રેટ
Gold Price Today

Follow us on

આજે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ(Gold Price Today)માં વધારો થયો છે. સોનું આજે ઉછળીને રૂ.50,000ને પાર કરી ગયું છે, તો ચાંદીનો ભાવ પણ રૂ.58,000ની ઉપર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે સોના અને ચાંદીના હાજર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.29 ટકા વધી છે. એ જ રીતે, ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ ભાવથી 0.30 ટકા વધ્યા છે. શુક્રવારે વાયદા બજારમાં સોનામાં 50,005નો વેપાર થયો હતો. સોનાની કિંમત 50,036.00 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા બાદ તે રૂ. 50,029 પર ટ્રેડ થયુ હતું.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   49935.00 -65.00 (-0.13%)   –  10 : 30 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51670
Rajkot 51680
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51160
Mumbai 50730
Delhi 50890
Kolkata 50730
(Source : goodreturns)

ચાંદીના ચળકાટમાં વધારો

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ ચાંદીના ભાવમાં વધારો થયો છે.  ચાંદીનો ભાવ 173 રૂપિયા વધીને 58,200 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. આજે ચાંદીમાં 58,050 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો. થોડા સમય પછી કિંમત વધી અને 58,200 રૂપિયા પર ટ્રેડ થવા લાગી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનાના હાજર ભાવમાં આજે 0.30 ટકાનો વધારો થયો છે જ્યારે ચાંદીમાં 0.51 ટકાનો વધારો થયો છે. શુક્રવારે સોનાની કિંમત $1,671.53 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની હાજર કિંમત વધીને 19.64 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બુલિયન માર્કેટમાં ભાવ વધ્યા

ગુરુવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 442 રૂપિયા વધીને 50,399 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તેના કારણે પાછલા ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 49,957 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એ જ રીતે ચાંદીનો ભાવ પણ રૂ. 558 વધી રૂ. 58,580 પ્રતિ કિલોગ્રામ થયો હતો. ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ. 58,022 પ્રતિ કિલો હતો.

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી?

તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

Published On - 10:47 am, Fri, 23 September 22

Next Article