Gold Price Today : સોનું 7 મહિનાની નીચી સપાટીએ સરક્યું, જાણો તમારા શહેરના ભાવ

|

Sep 22, 2022 | 10:38 AM

બજારના નિષ્ણાતો સોનામાં આગળ વધવાની અપેક્ષા રાખે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અને કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયા કહે છે કે આવતા સપ્તાહથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આનાથી માર્કેટમાં કસ્ટમર બેઝ વધશે. નવરાત્રી પછી દશેરા અને પછી બે અઠવાડિયા પછી ધનતેરસ-દિવાળી જેવા મોટા તહેવારો આવશે.

Gold Price Today : સોનું 7 મહિનાની નીચી સપાટીએ સરક્યું, જાણો તમારા શહેરના ભાવ
Symbolic Image

Follow us on

Gold Price Today : આજે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. ભારતમાં આજે સોનાની કિંમત 7 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત શરૂઆતના 49314 ઉપર થઇ છે. આજે MCX પર 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત સવારે 9:10 વાગ્યે 105 રૂપિયા ઘટીને 49,338 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. ગુરુવારે વાયદા બજારમાં સોનામાં કારોબાર રૂ. 49,314.00ના સ્તરથી શરૂ થયો હતો પરંતુ બાદમાં થોડો અપટ્રેન્ડ આવ્યો અને તે રૂ. 49,519 પર ઉપલા સ્તરે ટ્રેડ થવા લાગ્યો હતો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   49460.00    17.00 (0.03%)   –  10 : 33 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51236
Rajkot 51256
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 50620
Mumbai 50200
Delhi 50350
Kolkata 50200
(Source : goodreturns)

ચાંદીના ચળકાટમાં ઘટાડો

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ ચાંદીના ભાવમાં મંદી છે. ચાંદીનો ભાવ ગુરુવારે 172 રૂપિયા ઘટીને 57,126 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. આજે ચાંદીમાં 56,961 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો. થોડા સમય પછી કિંમત વધી અને તે 57,126 રૂપિયા પર ટ્રેડ થવા લાગ્યો.

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી

ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં નરમાશ જોવા મળી છે જ્યારે ચાંદીમાં થોડી મજબૂતી જોવા મળી છે. સોનાની હાજર કિંમતમાં આજે 0.32 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીનો દર 0.51 ટકા મજબૂત થયો છે. સોનાની કિંમત આજે પ્રતિ ઔંસ 1,660.95 ડોલર થઈ ગઈ છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની હાજર કિંમત વધીને 19.39 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેજી આવી શકે છે

બજારના નિષ્ણાતો સોનામાં આગળ વધવાની અપેક્ષા રાખે છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અને કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયા કહે છે કે આવતા સપ્તાહથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આનાથી માર્કેટમાં કસ્ટમર બેઝ વધશે. નવરાત્રી પછી દશેરા અને પછી બે અઠવાડિયા પછી ધનતેરસ-દિવાળી જેવા મોટા તહેવારો આવશે. આ તહેવારો પર સોના-ચાંદીના વેચાણમાં ઉછાળો આવવાનો છે. જો આજના ભાવથી આવી રહેલી માંગ અને વાતાવરણ પર નજર કરીએ તો દિવાળી સુધી સોનાનો ભાવ 51,000 થી 51,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. ડિસેમ્બર સુધીમાં તે 52,000નો આંકડો પણ પાર કરી શકે છે.

Published On - 10:37 am, Thu, 22 September 22

Next Article