Gold Price Today : સોનુ 50 હજાર નીચે સરક્યું, શું હાલમાં છે રોકાણ માટેનો ઉત્તમ સમય? વાંચો નિષ્ણાતોનો અભિપ્રાય

|

Sep 15, 2022 | 9:46 AM

આજે ગુરુવારે એમસીએક્સ પર 24 કેરેટ સોનું રૂ. 50,000 પ્રતિ દસ ગ્રામની નીચે આવી ગયું છે. આજે સવારે એમસીએક્સ ખૂલ્યા બાદ સોનું રૂ. 200 અથવા 0.40 ટકાથી વધુ ઘટ્યા બાદ પ્રતિ દસ ગ્રામ રૂ. 49,815.00ની આસપાસ ટ્રેડ થયું છે.

Gold Price Today : સોનુ 50 હજાર નીચે સરક્યું, શું હાલમાં છે રોકાણ માટેનો ઉત્તમ સમય? વાંચો નિષ્ણાતોનો અભિપ્રાય
Gold - File Image

Follow us on

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારે એમસીએક્સ પર 24 કેરેટ સોનું રૂ. 50,000 પ્રતિ દસ ગ્રામની નીચે આવી ગયું છે. આજે સવારે એમસીએક્સ ખૂલ્યા બાદ સોનું રૂ. 200 અથવા 0.40 ટકાથી વધુ ઘટ્યા બાદ પ્રતિ દસ ગ્રામ રૂ. 49,815.00ની આસપાસ ટ્રેડ થયું છે. તે જ સમયે, ચાંદી 0.25 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ. 56,830.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. આજે કારોબારની શરૂઆત 49,942.૦૦ રૂપિયાથી થઇ હતી જે બાદમાં 49,811.૦૦ સુધી નીચલા સ્તરે સરકી ગયું હતું. કારોબારની શરૂઆત બાદ સોનુ પોતાની ચળકાટ દેખાડી શક્યું નથી. ગુજરાતમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દુબઈમાં 1 તોલા સોનાનો ભાવ 44418 રૂપિયા નોંધાયો છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   49813.00    -205.00 (-0.41%)  –  09:35 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51640
Rajkot 51670
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51270
Mumbai 50610
Delhi 50770
Kolkata 50610
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 44418
USA 43553
Australia 43486
China 43566
(Source : goldpriceindia)

નિષ્ણાતોનો અભિપ્રાય

HDFCના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “રૂપિયામાં નરમાશ છતાં દિલ્હીમાં 24 કેરેટનું સ્પોટ ગોલ્ડ 265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું હતું, જે ગઈ રાત્રે કોમેક્સમાં થયેલા ઘટાડાનું પ્રતિબિંબ પાડે છે. બુધવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 30 પૈસા ઘટીને 79.47 (પ્રોવિઝનલ) પર બંધ થયો હતો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

Next Article