Gold Price Today : ફેસ્ટિવલ સીઝન બાદ સોના – ચાંદીએ ચળકાટ ગુમાવ્યો, જાણો તમારા શહેરનો 1 તોલાનો ભાવ

|

Oct 31, 2022 | 11:44 AM

સોનાના ભાવ એકવાર ખોલ્યા પછી, તે વધીને 50,361 રૂપિયા થઈ ગયો પરંતુ થોડા સમય પછી તે નબળો પડીને 50,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી વિરુદ્ધ દિશામાં આગળ વધી છે. ચાંદીનો ભાવ આજે રૂ.36 ઘટીને રૂ.57,444 થયો છે.

Gold Price Today : ફેસ્ટિવલ સીઝન બાદ સોના - ચાંદીએ ચળકાટ ગુમાવ્યો,  જાણો તમારા શહેરનો 1 તોલાનો ભાવ
Symbolic Image

Follow us on

ભારતીય વાયદા બજારમાં આજે 31 ઓક્ટોબર સોમવારના રોજ જ્યાં સોનાના ભાવમાં મજબૂતી આવી છે તો ચાંદીના ભાવમાં થોડી મંદી જોવા મળી છે. જો કે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે શરૂઆતના વેપારમાં સોનાની કિંમત  0.04 ટકા વધી હતો . તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ આજે એમસીએક્સ પર 0.06 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.ફ્યુચર્સ માર્કેટમાં, 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત સવારે 9:05 વાગ્યે 20 રૂપિયા વધીને 50,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. સોનાનો ભાવ આજે 50,266 રૂપિયા પર ખુલ્યો હતો.

એકવાર ખોલ્યા પછી, તે વધીને 50,361 રૂપિયા થઈ ગયો પરંતુ થોડા સમય પછી તે નબળો પડીને 50,275 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી વિરુદ્ધ દિશામાં આગળ વધી છે. ચાંદીનો ભાવ આજે રૂ.36 ઘટીને રૂ.57,444 થયો છે. ચાંદીનો ભાવ રૂ.57,307 પર ખુલ્યો હતો. એકવાર કિંમત 57,454 રૂપિયા થઈ ગઈ. પરંતુ બાદમાં ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો અને 57,444 રૂપિયા પર કારોબાર શરૂ કર્યો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   50274.00    +44.00 (0.09%)  11 : 17 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51836
Rajkot 51856
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51440
Mumbai 50840
Delhi 50990
Kolkata 50840
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 44628
USA 43522
Australia 43506
China 43518
(Source : goldpriceindia)

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો ચાલુ છે

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીએ સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે કરી છે. સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો હાજર ભાવ આજે 0.15 ટકા ઘટીને 1,642.67 ડોલર પ્રતિ ઔંસ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીનો હાજર ભાવ આજે 0.41 ટકા ઘટીને 19.17 ડોલર પ્રતિ ઔંસ થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગયા સપ્તાહે બુલિયન માર્કેટમાં ઉછાળો આવ્યો હતો

ગત સપ્તાહે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના સાપ્તાહિક ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સાથે જ ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. હતી. પાછલા કારોબારી સપ્તાહમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 58નો નજીવો વધારો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં રૂ. 823 પ્રતિ કિલોનો વધારો થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ગયા સપ્તાહની શરૂઆતમાં (24 થી 28 ઓક્ટોબર) એટલે કે 25 ઓક્ટોબરના રોજ 50,444 હતો, જે શુક્રવાર સુધી વધીને 50,502 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. ચાંદી 56,596 રૂપિયાથી વધીને 57,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

Next Article