Gold : સરકારે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં વધારો કર્યો, જાણો શું પડશે અસર

|

Jan 14, 2023 | 9:20 AM

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. તમને જણાવી દઈએ કે વાણિજ્ય મંત્રાલયે સોના પરની આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે.

Gold : સરકારે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં વધારો કર્યો, જાણો શું પડશે અસર
Gold - File Image

Follow us on

વૈશ્વિક બજારમાં વધતા જતા સોનાના ભાવને જોતા સરકારે બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં મોટો વધારો કર્યો છે. સરકારે ચાંદીની મૂળ આયાત કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બેઝ પ્રાઇસના આધારે નક્કી થાય છે કે આયાતકાર આયાત પર કેટલો ટેક્સ ચૂકવશે. નવી બેઝ પ્રાઈસ સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ પ્રતિ 10 ગ્રામ 584 થી વધારીને 606 ડોલર પ્રતિ 10 ગ્રામ કરવામાં આવી છે. તે જ સમયે ચાંદીની મૂળ આયાત કિંમત પ્રતિ કિલોગ્રામ 779 થી ઘટાડીને 770 ડોલર પ્રતિ કિલો કરી દેવામાં આવી છે. સરકાર દર 15 દિવસે બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસની સમીક્ષા કરે છે જેથી સ્થાનિક બજારમાં કિંમતો વૈશ્વિક બજારની સમકક્ષ રહે છે. મૂળ આયાત કિંમત એ દર છે જેના આધારે સરકાર વેપારીઓ પાસેથી આયાત જકાત અને કર વસૂલ કરે છે. ભારત સોનાની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે જ્યારે ચાંદીની બાબતમાં તે પ્રથમ સ્થાને છે.

વિદેશી બજારોમાં સોનું મજબૂત બન્યું

વિદેશી બજારમાં સોનું 1,898 ડોલર પ્રતિ ઔંસ પર મજબૂત રીતે ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 23.73 ડોલર પર યથાવત રહી હતી. છેલ્લા કેટલાય સમયથી સોનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારની વાત કરીએતો  13 જાન્યુઆરીએ મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થયો હતો જ્યારે ચાંદી સસ્તી થઈ છે. મકરસંક્રાંતિ પૂર્વે  દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 121 રૂપિયાનો વધારો થયો હતો જ્યારે ચાંદીના ભાવમાં આજે 145 રૂપિયાનો ઘટાડો થયો હતો.

શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 121 રૂપિયાના વધારા સાથે 56,236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,115 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ, ચાંદીનો ભાવ રૂ. 145 ઘટીને રૂ. 68,729 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિસ્ડ કોલ દ્વારા સોનાનો દર જાણો

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

સોના પરની આયાત ડ્યુટી ઘટાડવાનું  સૂચન

તમને જણાવી દઈએ કે વાણિજ્ય મંત્રાલયે સોના પરની આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે નાણામંત્રી આગામી કેન્દ્રીય બજેટમાં આ નિર્ણય લઈ શકે છે. આ સાથે નિકાસને પ્રોત્સાહન આપવાની સાથે દેશમાં જેમ્સ અને જ્વેલરીના ઉત્પાદનમાં વધારો થશે. આ વર્ષે જુલાઈમાં કેન્દ્ર સરકારે સોના પરની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.

Published On - 9:20 am, Sat, 14 January 23

Next Article