Gold, Silver અને Bitcoin ખરીદવા કે રાહ જોવી? ઘટાડામાં ખરીદી પાછળનું શું છે ‘ખાસ ગણિત’?

કિંમતોમાં ઘટાડા સમયે ઘણા રોકાણકારો નુકસાનના ડરથી વેચવાલી કરે છે, જ્યારે કેટલાક તેને નવી તક તરીકે જુએ છે. જાણીતા લેખક અને રોકાણકારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં સોના-ચાંદી અને બિટકોઈનની સ્થિતિ અંગે પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો છે.

Gold, Silver અને Bitcoin ખરીદવા કે રાહ જોવી? ઘટાડામાં ખરીદી પાછળનું શું છે ખાસ ગણિત?
| Updated on: Nov 22, 2026 | 6:38 PM

શેરબજાર હોય કે ક્રિપ્ટોકરન્સી… જ્યારે પણ કિંમતોમાં ઝડપી ઘટાડો થાય છે, ત્યારે રોકાણકારોના મનમાં ડર પેદા થવો સ્વાભાવિક છે. ઘણા લોકો નુકસાનના ડરથી પોતાની હોલ્ડિંગ વેચવા લાગે છે, તો કેટલાક રોકાણકારો આ જ ઘટાડામાં ખરીદીની તક શોધે છે.

જાણીતા પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ ના લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ પણ સોના-ચાંદી અને બિટકોઈનની ઘટતી કિંમતો અંગે રોકાણકારોને લઈને એક પોસ્ટ શેર કરી છે.

કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “CRASH: Good or Bad? Gold, silver, Bitcoin, crashing. Weak hands selling. Strong hands waiting to buy? I am most excited about Bitcoin’s crash. Waiting to buy more.”

કિયોસાકીની વિચારસરણી બિલકુલ અલગ

આનો અર્થ એ છે કે, જ્યારે પણ બજારમાં કોઈ વસ્તુની કિંમત ઝડપથી ઘટે છે, ત્યારે મોટાભાગના લોકો ગભરાઈ જાય છે. તેમને ડર સતાવવા લાગે છે કે, ક્યાંક તેમના પૈસા ડૂબી ન જાય? આવી સ્થિતિમાં લોકો ઘણીવાર નુકસાનથી બચવા માટે ઉતાવળમાં પોતાની હોલ્ડિંગ વેચી દે છે. જો કે, જાણીતા પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ ના લેખક રોબર્ટ કિયોસાકીની વિચારસરણી આનાથી બિલકુલ અલગ છે.


કિયોસાકીનું માનવું છે કે, સોના-ચાંદી અને Bitcoin ની કિંમતોમાં ઘટાડાથી ડરવાને બદલે તેને એક તક તરીકે જોવી જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પોસ્ટમાં કહ્યું કે, જ્યાં નબળા રોકાણકારો ગભરાઈને વેચવાલી કરી રહ્યા છે, ત્યાં સમજદાર રોકાણકારો યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. કિયોસાકી પોતે Bitcoin ની કિંમતોમાં ઘટાડાથી ઘણા ઉત્સાહિત છે અને તેમનું કહેવું છે કે, તેઓ વધુ Bitcoin ખરીદવાની રાહ જોઈ રહ્યા છે.

આખરે ઘટાડામાં ખરીદી કેમ કરવા માંગે છે ‘કિયોસાકી’?

આની પાછળ કિયોસાકીની પોતાની એક વિચારસરણી છે. તેમનું માનવું છે કે, દુનિયા પર દેવું સતત વધી રહ્યું છે. ખાસ કરીને અમેરિકાનું દેવું આવનારા સમયમાં વધુ વધી શકે છે. તેમણે અમેરિકન ફેડરલ રિઝર્વ, બેંકો અને બોન્ડ માર્કેટની વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

કિયોસાકીનું માનવું છે કે, આવી વ્યવસ્થામાં સામાન્ય લોકોની બચતની કિંમત ઘટી શકે છે. આ જ કારણ છે કે, તેઓ સોના-ચાંદી અને Bitcoin જેવા વિકલ્પોને મહત્વપૂર્ણ માને છે.

તેમણે કહ્યું, “Yet by design, there will only be 21 million Bitcoins, in total, and approximately 20 million have already by mined. As far as I know, there has never been a “money” such as Bitcoin ever before..”

આનો અર્થ એ છે કે, Bitcoin ને લઈને તેમની એક અન્ય મોટી દલીલ છે. તેની ડિઝાઈન મુજબ દુનિયામાં કુલ 21 મિલિયન Bitcoin જ બનાવી શકાય છે. કિયોસાકીના મતે લગભગ 20 મિલિયન Bitcoin પહેલાથી જ માઈન થઈ ચૂક્યા છે. ટૂંકમાં, તેનો પુરવઠો મર્યાદિત છે.

રોકાણકારોએ શું સમજવું જોઈએ?

કિયોસાકીની આ સલાહનો અર્થ એ નથી કે, દરેક ઘટાડા પછી કિંમતો ચોક્કસ વધશે. બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં વધઘટ ઘણી વધુ રહે છે. તેથી, રોકાણ કરતા પહેલા પોતાની જોખમ ઉઠાવવાની ક્ષમતા, રોકાણનો સમયગાળો અને પૈસાની જરૂરિયાતને સમજવી જરૂરી છે.

કુલ મળીને તેમની વાત એ છે કે, બજારમાં ઘટાડો જોઈને ગભરાવા અથવા વિચાર્યા વગર ખરીદી કરવાને બદલે ધૈર્ય રાખવું જોઈએ. યોગ્ય તકની રાહ જોવી પણ રોકાણની એક મહત્વપૂર્ણ વ્યૂહરચના હોઈ શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનાનો ભાવ કોણ નક્કી કરે છે? દુકાન સુધી પહોંચતા પહેલાં સોનાની કિંમતમાં શું-શું ઉમેરાય છે?

Follow Us
Loading...
Unable to load recommendations.