Gold Rate: સોનું 45 હજારને પાર પહોંચ્યું, Bond Yield માં વધારાની અસરનું અનુમાન

|

Mar 20, 2021 | 7:09 PM

યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાની વચ્ચે સોનું(Gold Rate) આ અઠવાડિયે 45 હજારના સ્તર પર બંધ થયું છે. MCX એપ્રિલ ડિલિવરી માટે સોનું રૂ. 57 વધી રૂ .45008 અને જૂન ડિલિવરી માટે રૂ 9 ઘટી રૂ45,300 પર બંધ થયું હતું.

Gold Rate: સોનું 45 હજારને પાર પહોંચ્યું, Bond Yield માં વધારાની અસરનું અનુમાન
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાની વચ્ચે સોનું(Gold Rate) આ અઠવાડિયે 45 હજારના સ્તર પર બંધ થયું છે. MCX એપ્રિલ ડિલિવરી માટે સોનું રૂ. 57 વધી રૂ .45008 અને જૂન ડિલિવરી માટે રૂ 9 ઘટી રૂ45,300 પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ 11.40 મુજબ + 0.66% ની મજબૂતી સાથે 1743.90 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ થયા છે.

ચાંદી આ સપ્તાહે 67500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બંધ થઇ છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મે ડિલિવરી માટે ચાંદી રૂ 294 ઘટીને રૂ 67453 પર બંધ રહી જયારે જુલાઈ ડિલિવરી માટે રૂ 153 ઘટી રૂ 68590 પર બંધ થઇ હતી.

બોન્ડ યિલ્ડ એક વર્ષના ઉચ્ચતમ સ્તરે
યુએસ બોન્ડ માર્કેટ વિશે વાત કરીએ તો આ અઠવાડિયામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ 1.73 ટકાના સ્તરે બંધ થયા છે. તે લગભગ 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. બોન્ડ યીલ્ડ વ્યાજના દરને સંદર્ભિત કરે છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ડોલરમાં ઘટાડો થયો છે. તે 0.12 અંકના ઘટાડા સાથે 91.74 ના સ્તરે બંધ રહ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સોનાની કિંમત 22 ટકા સુધી સરકી ગઈ છે
કોરોના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં સતત વધારો થયો હતો. ઓગસ્ટ મહિનામાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે હતા. ઓગસ્ટમાં, તે 10 ગ્રામ દીઠ 57008 રૂપિયા સુધી પહોંચ્યું હતું, જે સોનાની વિક્રમી સપાટી હતી. હવે સોનાના ભાવ આ રેન્જથી લગભગ 22 ટકાનો ઘટાડો આવી ગયો છે. બજેટમાં જ્યારે સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે તાજેતરના બજેટમાં સોના અને ચાંદીના આયાતમાં 5 ટકાનો ઘટાડો કર્યો હતો.

Published On - 7:03 pm, Sat, 20 March 21

Next Article