AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના હોય ! શું ખરેખરમાં સોનું ₹8,00,000 ને વટાવી દેશે અને ચાંદી 3 લાખ પ્રતિ કિલો વેચાશે ? આવી ડરામણી આગાહી કોણે કરી ?

સોના અને ચાંદીને લઈને બજારમાં હાહાકાર મચી ગયો છે. એવા સમાચાર બહાર આવ્યા છે કે, સોનું ₹8,00,000 ને પાર પહોંચી શકે છે અને ચાંદી 3 લાખ પ્રતિ કિલો વેચાઈ શકે છે. આ આગાહી મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય બની છે. હવે આ આગાહી કોણે કરી અને આ વાત સાચી પડશે કે ખોટી?

ના હોય ! શું ખરેખરમાં સોનું ₹8,00,000 ને વટાવી દેશે અને ચાંદી 3 લાખ પ્રતિ કિલો વેચાશે ? આવી ડરામણી આગાહી કોણે કરી ?
Image Credit source: AI Generated
| Updated on: Nov 12, 2025 | 8:44 PM
Share

લોક જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ સોના અને ચાંદીના ભાવ અંગે એક મહત્વપૂર્ણ તેમજ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, સોનું $27,000 ને પાર કરી શકે છે. તેમનું માનવું છે કે, ધાતુમાં કડાકો નજીક છે પરંતુ તેઓ ખરીદી રહ્યા છે, વેચી રહ્યા નથી. તેમણે કહ્યું કે, COMEX પર સોનું $27,000 ને વટાવી શકે છે.

ચાંદી ડોલરને પાર કરશે!

મીડિયા રિપોર્ટસ અનુસાર, જો આપણે ગોલ્ડને વર્તમાન રૂપિયા પ્રમાણે કન્વર્ટ કરીએ, તો 10 ગ્રામ સોનાની કિંમત 8.5 લાખ રૂપિયા/10 ગ્રામ થઈ શકે છે. રોબર્ટ કિયોસાકી લાંબાગાળે નોંધપાત્ર તેજી જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, રોબર્ટ કિયોસાકીએ ચાંદી અંગે પણ એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તેમનું માનવું છે કે, ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળશે. વર્ષ 2026 સુધીમાં ચાંદી ડોલરને પાર કરી શકે છે.

જો સ્થાનિક બજારમાં ચાંદીને રૂપિયાના સંદર્ભમાં કન્વર્ટ કરવામાં આવે તો, ચાંદી પ્રતિ કિલો 3 લાખ રૂપિયાને પાર કરી શકે છે. તેમણે દલીલ કરી હતી કે, તેમની પાસે 2 Gold Mines છે અને તેઓ વર્ષ 1971 થી સોનામાં રોકાણ કરી રહ્યા છે.

બિટકોઇન વિશે શું કહ્યું?

તેમણે બિટકોઇન વિશે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું છે કે, બિટકોઇન વર્ષ 2026 માં $2,50,000 થી વધુ સુધી પહોંચી શકે છે. તેમનું માનવું છે કે, વર્ષ 2026 માં ઇથેરિયમ $60,000 થી વધુ થઈ શકે છે.

રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે, લોકો સતત યુએસ ફેડરલ રિઝર્વ અને ટ્રેઝરી નિયમોનો ભંગ કરે છે, તેમના બિલ ચૂકવવા માટે નકલી રૂપિયા છાપે છે. આજે યુએસ વિશ્વનો સૌથી મોટો દેવાદાર દેશ છે. તેનું દેવાનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનાથી બચવા માટે તેઓ સતત રૂપિયા છાપે છે. આ જ કારણ છે કે, સોનું અને ચાંદી બંને અમૂલ્ય ચીજવસ્તુ છે, જેનો ફાયદો તેમને લાંબાગાળે મળવાનો છે.

સોનાનો હાલનો ભાવ

12 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનું ₹767 ઘટીને ₹1,23,362 પ્રતિ 10 ગ્રામ થયું હતું. બીજીબાજુ ચાંદી ₹286 વધીને ₹1,55,046 પ્રતિ કિલોગ્રામ થઈ હતી.

સરળ રીતે જોઈએ તો, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,362 પ્રતિ 10 ગ્રામ થયો હતો. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,13,000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. વધુમાં 18 કેરેટ સોનાનો ભાવ ₹92,522 પ્રતિ 10 ગ્રામ થયો હતો અને 14 કેરેટ સોનાનો ભાવ ₹72,167 પ્રતિ 10 ગ્રામ થયો હતો.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">