Gold Price Today : સોના – ચાંદીની કિમતમાં આવ્યો ઘટાડો, જાણો આજે કેટલું સસ્તું થયું સોનું

Gold Silver Rate Today : સપ્ટેમ્બર મહીનાની પહેલી તારીખે સામાન્ય માણસો માટે એક સારા સમાચાર આવ્યા છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Gold Price Today : સોના - ચાંદીની કિમતમાં આવ્યો ઘટાડો, જાણો આજે કેટલું સસ્તું થયું સોનું
Gold Price, 1 September 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:19 PM

સ્થાનિક શેરબજારમાં સતત ઉછાળાને કારણે સોના અને ચાંદીની કિંમતમાં (Gold Silver Price Today) ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદી 515 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ. નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો દ્વારા શેરબજારમાં સતત ખરીદીના કારણે રૂપિયો મજબૂત છે. તેના કારણે સોના પર દબાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં વધારે ઘટાડો જોવા મળી શકે છે. તેથી, સામાન્ય નાગરીકો માટે પણ તહેવારોની સિઝનમાં સસ્તું સોનું ખરીદવાની તક ઉભી થશે.

સોનાની નવી કિંમત (Gold Price, 1 September 2021)

બુધવારે દેશની રાજધાની દિલ્હીના બુલિયનમાં 99.9 ટકા સોનાના ભાવ 6 રૂપિયા ઘટીને 46,123 રૂપિયા રહ્યા હતા. અગાઉના દિવસે, મંગળવારે સોનાના ભાવ ઘટીને 46,129 પર બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવ થોડા ફેરફાર સાથે 1811 ડોલર પ્રતિ આઉંસ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચાંદીની નવી કિંમત (Silver Price, 1 September 2021)

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 515 રૂપિયા ઘટીને 61,821 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ પહેલા ગત ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 62,336 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ 23.82 ડોલર પ્રતિ આઉંસ હતો.

શાં માટે સોનું થયું સસ્તું

એચડીએફસી સિક્યોરિટીઝ કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલ કહે છે કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટ્યા છે. આ સિવાય રૂપિયાની મજબૂતાઈ પણ સોના પર દબાણ લાવી રહી છે.

સોનાના ઘરેણાં ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

સોના-ચાંદી કે જ્વેલરી ખરીદતા પહેલા સોનાનો રેટ જાણી લેવો જોઈએ. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA) ની વેબસાઇટ https://ibjarates.com/ પરથી સ્પોટ માર્કેટ રેટ જાણ્યા પછી જ બજારમાંથી જ્વેલરી ખરીદવી અથવા વેચવી જોઈએ.

IBJA દ્વારા જાહેર કરાયેલા રેટ સમગ્ર દેશમાં લાગુ છે. જો કે, વેબસાઇટ પર આપવામાં આવેલા રેટ પર 3 ટકા જીએસટી અલગથી લાદવામાં આવે છે. તમે સોનું વેચતી વખતે IBJA રેટનો સંદર્ભ લઈ શકો છો.

વાસ્તવિક સોનું માત્ર 24 કેરેટનું હોય છે, પરંતુ તેની જ્વેલરી બનાવવામાં આવતી નથી, કારણ કે તે ખૂબ જ નરમ હોય છે. જ્વેલરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે, જેમાં 91.66 ટકા સોનું હોય છે.

ઘરેણાં ખરીદતી વખતે, ચોક્કસપણે હોલમાર્ક છે કે નહી તે તપાસવું જોઈએ. જો કોઈ માર્ક ન હોય તો તમે જ્વેલરને પ્રશ્નો પૂછી શકો છો અને જરૂરી હોય તો તમે ફરિયાદ પણ કરી શકો છો. હોલમાર્કિંગ વગરના ઘરેણાંની શુદ્ધતાનું અનુમામ લગાવવું મુશ્કેલ છે. હોલમાર્ક વગરના ઘરેણાંનો વેચાણ સમયે યોગ્ય ભાવ મળવો મુશ્કેલ છે. વેચાણ સમયે હોલમાર્ક કરેલ ઘરેણાંનું મૂલ્ય વર્તમાન બજાર ભાવે નક્કી કરવામાં આવે છે. તેથી હોલમાર્ક સર્ટિફિકેટ વાળા જ ઘરેણાં ખરીદો.

દેશભરના જ્વેલર્સ માત્ર 22 કેરેટ એટલે કે 91.6 ટકા અને 18 કેરેટ એટલે કે 75 ટકા શુદ્ધતા વાળા ઘરેણાં વેચે છે. 22 કેરેટના ઘરેણાંમાં હોલમાર્ક માર્ક 915 છે. જ્યારે, 18 કેરેટના ઘરેણામાં 75 ટકા શુદ્ધ સોનું હોય છે.

આ પણ વાંચો :  Social Media Business: શું તમારે પણ લોકોની જેમ Instagram ની મદદથી પૈસા કમાવા છે ? વાંચો આ અહેવાલ

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">