Gold Price Today: શું હાલમાં છે સોનામાં રોકાણ માટેનો ઉત્તમ સમય ? જાણો દેશ વિદેશમાં સોનાના ભાવ

|

Jul 23, 2021 | 10:18 AM

જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો

Gold Price Today:  શું હાલમાં છે સોનામાં રોકાણ માટેનો ઉત્તમ સમય ? જાણો દેશ વિદેશમાં સોનાના ભાવ
Symbolic Image

Follow us on

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત છે. આજે(Gold Price Today) સતત છઠ્ઠા દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સપ્તાહના અંતિમ દિવસે સોના અને ચાંદીના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. MCX પર સોનું 0.20 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સોનુ નીચલા સ્તરે 47,540.00 ની સપાટી ઉપર દેખાયું હતું.

સોનુ ખરીદવાનો ઉત્તમ સમય ?
હાલના ઘટાડા પછી સોનાના ભાવ રેકોર્ડ સ્તરથી ઘણા નીચે આવી ગયા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 56,000 ની ટોચ પર પહોંચ્યો હતો. બીજી તરફ MCX અનુસાર આજે સોનું રૂ 47,540 પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે હવે પણ સોનું 8,500 રૂપિયાની આસપાસ સસ્તુ થઈ રહ્યું છે.

કઈ રીતે ચકાસણી કરશો તમારું સોનુ શુદ્ધ છે કે નહિ
જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેના વિશે ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે
તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD        47603.00      -31.00 (-0.07%)    – સવારે  10.00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49390
RAJKOT 999                   49410
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49160
MUMBAI                  47890
DELHI                      50940
KOLKATA                49740
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48770
HYDRABAD          48770
PUNE                      49190
JAYPUR                 48990
PATNA                    47900
NAGPUR                47900
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                43985
AMERICA         43124
AUSTRALIA    43125
CHINA            43082
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Next Article