Gold Price Today : શું સોનુ ફરી રોકોર્ડ સ્તર તરફ વધી રહ્યું છે ?જાણો આજના દેશ – વિદેશના સોનાના ભાવ

|

Jul 07, 2021 | 12:13 PM

ડોલરની નબળાઇના કારણે લોકોએ સોનામાં ખરીદી કરી હતી. માંગ વધતા હવે સોનાના ભાવને ટેકો મળ્યો છે. વધુમાં ડોલરના ઘટાડા અને કોવિડ -19 ના નવા વેરિયન્ટ વિશે ડરને કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

Gold Price Today : શું સોનુ ફરી રોકોર્ડ સ્તર તરફ વધી રહ્યું છે ?જાણો આજના દેશ - વિદેશના સોનાના ભાવ
symbolic image

Follow us on

એક સ્તર સુધી ઘટાડા બાદ હવે સોનાના ભાવ(Gold Price Today)માં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનું સતત મોંઘુ થઈ રહ્યું છે. MCX (MCX gold price) પર સોનાનો વાયદો વૃદ્ધિ સાથે રૂપિયા 47,761 ના સ્તર પર ખુલ્યો હતો. . આ ઉપરાંત છેલ્લા સત્રની વાત કરીએ તો સોનામાં 0.9 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં સોનું 1500 રૂપિયા સુધી મોંઘુ થઈ ગયું છે.

વૈશ્વિક બજારની વાત કરીએ તો સોના છેલ્લા સત્રમાં ત્રણ સપ્તાહની ઉચ્ચ સપાટીની નજીક રહ્યો છે જેના કારણે યુએસ ટ્રેઝરીની આવકમાં ઘટાડો થયો છે. ગણતરીના સમયમાં આશરે 1815 ડોલરના સ્તરને સ્પર્શ કર્યા પછી હાજર સોનુ 0.2 ટકા વધીને 1,800.42 ડ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયું છે. યુએસ ડોલરની થોડી નબળાઇએ કિંમતી ધાતુની કિંમતને ઉપર લઈ જવામાં પણ મદદ કરી.

હજુ રેકોર્ડ લેવલ કરતા સોનુ ઘણું સસ્તું
સોનાની કિંમતમાં ગયા મહિને રૂ 2,700 નો ઘટાડો થયો હતો. ઓગસ્ટ 2020 માં સોનું 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયું હતું પરંતુ ત્યારબાદ તેની કિંમત લગભગ 9,000 રૂપિયા નીચે આવી ગઈ છે. આ દિવસોમાં સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહીછે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સોનું કેમ વધ્યું
ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર ડોલરની નબળાઇના કારણે લોકોએ સોનામાં ખરીદી કરી હતી. માંગ વધતા હવે સોનાના ભાવને ટેકો મળ્યો છે. વધુમાં ડોલરના ઘટાડા અને કોવિડ -19 ના નવા વેરિયન્ટ વિશે ડરને કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD      47840.00    +156.00 (0.33%) – બપોરે  12.00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     49450
RAJKOT 999               49470
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49250
MUMBAI                  47760
DELHI                      50560
KOLKATA                49760
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48710
HYDRABAD          48710
PUNE                      47760
JAYPUR                 50560
PATNA                    47760
NAGPUR                47760
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                44137
AMERICA          43234
AUSTRALIA      43298
CHINA               43237
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Next Article