Gold Price Today : આજે 1 તોલા સોનુ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? કરો એક નજર દેશ – વિદેશના સોનાના ભાવ ઉપર

|

May 31, 2022 | 4:35 PM

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે.

Gold Price Today : આજે 1 તોલા સોનુ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? કરો એક નજર દેશ - વિદેશના સોનાના ભાવ ઉપર
gold price today

Follow us on

Gold Price Today :  વૈશ્વિક બજારમાં નબળા સંકેતોને કારણે આજે મંગળવાર, 31 મે 2022 ના રોજ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન ફ્યુચર ગોલ્ડ (24 કેરેટ ગોલ્ડ) ની કિંમત ઘટી હતી. જ્યારે જુલાઈ વાયદાના ચાંદીના ભાવ કિલો દીઠ 0.73 ટકા ઘટ્યા હતા. આ વર્ષે ભારતમાં સોનાની કિંમતમાં રૂ. 1000નો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં આજે સોનામાં નરમાશ જોવા મળી રહી છે. કિંમતી ધાતુ સતત બીજા દિવસે નબળી પડી છે. સ્પોટ સોનું 0.3 ટકા ઘટીને 1,849.92 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.

યુએસ ડોલરની મજબૂતી અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાથી મંગળવારે સોના પર દબાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનું માસિક ધોરણે 2.4 ટકા ઘટ્યું છે. સપ્ટેમ્બર પછી સોનામાં આ સૌથી મોટો ઘટાડો છે. હાજર ચાંદી આજે 0.6 ટકા ઘટીને 21.82 ડોલર પ્રતિ ઔંસ પર હતી. આ મહિને તે 4.1 ટકા તૂટ્યો છે.

શુક્રવારના વેપારમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન વાયદાના સોનાના ભાવ રૂ. 149 અથવા 0.09 ટકા ઘટીને રૂ. 51,050 પ્રતિ 10 ગ્રામ થયા હતા. જ્યારે જુલાઈ વાયદામાં ચાંદીના ભાવ રૂ. 452 અથવા 0.73 ટકા ઘટીને રૂ. 61430 પ્રતિ કિલો થયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 50958.00 +43.00 (0.08%) –  15:20 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52640
Rajkot 52660
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52260
Mumbai 52100
Delhi 52100
Kolkata 52100
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47294
USA 46250
Australia 46261
China 46257
(Source : goldpriceindia)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

Published On - 4:34 pm, Tue, 31 May 22

Next Article