Gold Price Today : લગ્ન સીઝનમાં સોનાની માંગમાં વધારો, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 53284 રૂપિયા થયો, જાણો તમારા શહેરની કિંમત

|

May 09, 2022 | 11:59 AM

સવારના વેપારમાં સોનું 51 હજારની ઉપર વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદીનો ભાવ 62 હજારની ઉપર પહોંચી ગયો છે. મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સવારે 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદા કિંમત 51,259.00 પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી.

Gold Price Today : લગ્ન સીઝનમાં સોનાની માંગમાં વધારો, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 53284 રૂપિયા થયો, જાણો તમારા શહેરની કિંમત
gold price today

Follow us on

લગ્નની સિઝનમાં સોનાની માંગમાં વધારો થઇ રહ્યો છે. આજે પણ સોનાના ભાવ(Gold Price Today )માં વધારો થયો હતો જે બાદમાં ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી હતી . સવારના વેપારમાં સોનું 51 હજારની ઉપર વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદીનો ભાવ 62 હજારની ઉપર પહોંચી ગયો છે. મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સવારે 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદા કિંમત 51,259.00 પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી.  ખરીદી અને માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં પીળી ધાતુના વાયદાના ભાવ  51,386.00 પર પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે જે છેલ્લા સળંગ સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે

સોનાના રસ્તે ચાલીને આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX  પર આજે સવારના કારોબારમાં ચાંદીના વાયદા રૂ. 52 વધીને રૂ. 62,600 પ્રતિ કિલો થયા હતા. અગાઉ ચાંદીમાં કારોબાર 62,450 રૂપિયાથી શરૂ થયો હતો પરંતુ માંગ અને ખરીદીમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં તેની કિંમત 0.08 ટકા વધીને 62,600 થઈ ગઈ હતી.

વૈશ્વિક બજારમાં સોનું સસ્તું થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની કિંમતમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. યુએસ માર્કેટમાં આજે સવારે સોનું 0.29 ટકા ઘટીને 1,876.05 ડોલર પ્રતિ ઔંસ હતું. જોકે તેનાથી વિપરીત ચાંદીના ભાવમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સવારના ટ્રેડિંગમાં ચાંદી 0.6 ટકાના વધારા સાથે 22.3 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી છે.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

ડૉલરની નબળાઈને કારણે સોનું મજબૂત થયું

યુએસ ફેડ રિઝર્વે તેના વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો જેના કારણે વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડવા લાગ્યો અને સોનાની કિંમતમાં વધારો થયો હતો. ફેડ રિઝર્વના વડા પોવેલે કહ્યું છે કે વ્યાજમાં 0.75 ટકા વધારો થવાની પણ શક્યતા છે. અગાઉ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 18 એપ્રિલથી સોનું 2,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું જ્યારે ચાંદીમાં 8,800 રૂપિયાનો ઘટાડો થયો હતો.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 51264.00    -79.00 (-0.15%)    –  11:39 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53284
Rajkot 53292
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53300
Mumbai 51810
Delhi 51810
Kolkata 51810
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47902
USA 46611
Australia 46580
China 46721
(Source : goldpriceindia)

 

Published On - 11:59 am, Mon, 9 May 22

Next Article